________________
ભાવાર્થ : નૈગમ અને વ્યવહારનય વિશેષને ગ્રહણ કરવાવાળા છે. આ બંને નયો કહે છે, આત્મા જ્યાં સુધી મોક્ષ ન પામે ત્યાં સુધી, ભાવકર્મ અને દ્રવ્યકર્મનો કર્તા છે. કારણ કે રાગાદિ ભાવ કર્મનું ફળ તો કાલાન્તરે થાય છે, તેવી જે વચ્ચેનો કાળ છે, તેમાં કોઈ કારણ હોવું જોઈએ કે તે ફળપર્યત રહે, રાગાદિકને જાળવી રાખે અને તેનું કારણ એ દ્રવ્યકર્મ છે. આથી ભાવકર્મની જેમ દ્રવ્યકર્મનો કર્તા આત્મા માનવો જોઈએ. [७९४] अन्योन्यानुगतानां कः तदेतदिति वा भिदा ।
यावच्चरमपर्यायं यथा पानीयदुग्धयोः ॥ ११७ ॥ મૂલાર્થ ? અથવા અન્યોન્ય મળેલા નયોનો “તે આ છે” એ પ્રમાણે જળ અને દૂધની જેમ છેલ્લા પર્યાય સુધી ભેદ ક્યાંથી હોય? ન જ હોય.
ભાવાર્થ : નિશ્ચયનય એક જ તત્ત્વદૃષ્ટિને ગ્રાહ્ય કરે છે, જ્યારે ભગવાનનું તત્ત્વ અનેક નયોથી વસ્તુના બોધને ગ્રહણ કરે છે. તે નયો વ્યવહારનય છે.
આથી નૈગમ અને વ્યવહારનયો કહે છે, કે આત્મા પારમાર્થિક દૃષ્ટિએ રાગાદિ રહિત હોવા છતાં આત્મામાં રાગાદિ પર્યાયો અવસ્થાઓ અને કર્મપુદ્ગલો ક્ષીરનીરવત્ થઈને રહેલા છે. તેનો ભેદ પાડવો મુશ્કેલ છે. તેથી આત્મા રાગાદિ ભાવકર્મનો કર્તા હોય તો કર્મપુદગલોરૂપી દ્રવ્ય કર્મનો કર્તા કેમ ન કહેવો ? વ્યવહાર નયાદિથી એમ કહેવાય કે “તે આ છે' અર્થાત “તે કર્મ આ છે અને તે જીવ આ છે બંનેને સ્પષ્ટપણે વ્યવહારનય ગ્રહણ કરે છે. [७९५] नात्मनो विकृतिं दत्ते तदेषा नयकल्पना ।
शुद्धस्य रजतस्येव शुक्तिधर्मप्रकल्पना ॥ ११८ ॥ મૂલાર્થઃ તેથી કરીને જેમ છીપના ધર્મની કલ્પના શુદ્ધ રૂપાના વિકારને આપતી નથી, તેમ આ નયની કલ્પના આત્માના વિકારને આપતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org