________________
ભાવાર્થ : જેમ લોહચુંબકત્વના પ્રદેશમાં લોઢું સ્વયં આકર્ષણ પામે છે. તેમ રાગદ્વેષવાળા પરિણામવાળા જીવની સમીપે કર્મદળીયા સ્વયં આકર્ષણ પામીને જીવની સાથે જોડાય છે.
[ ७९१] आत्मा न व्यापृतस्तत्र रागद्वेषाशयं सृजन् । तन्निमित्तोपनम्रेषु कर्मोपादानकर्मसु ॥ ११४ ॥
મૂલાર્થ : તે કર્મને ગ્રહણ કરવામાં આત્મા વ્યાપારવાળો નથી. પરંતુ રાગદ્વેષના પરિણામને ઉત્પન્ન કરતો છતો તે નિમિત્તે પરિણામ પામતા કર્મને ગ્રહણ કરનાર રાગાદિ કરવામાં વ્યાપારવાળો હોય
છે.
ભાવાર્થ : આત્મા સીધો કર્મદલિકોને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત માન નથી. પરંતુ અજ્ઞાનવશ પોતામાં રાગ દ્વેષ ઉત્પન્ન કરે છે. અને તેથી કરીને તેવા પરિણામને કારણે કર્મ બંધ કરે છે. અર્થાત્ તે રાગાદિક ભાવ વડે કર્મવર્ગણા આકર્ષણ પામીને આત્મા સાથે જોડાય છે.
[ ७९२] वारि वर्षन् यथाऽम्भोदो धान्यवर्षी निगद्यते । भावकर्म सृजन्नात्मा तथा पुद्गलकर्मकृत् ॥ ११५ ॥ મૂલાર્થ : જેમ પાણીને વરસાવનાર મેઘ ધાન્યને વરસાવનાર કહેવાય છે. તેમ ભાવકર્મને ઉત્પન્ન કરતો આત્મા પૌŁગલિક કર્મને કરનાર કહેવાય છે. (ૠજુસૂત્ર નય કહે છે)
ભાવાર્થ : જેમ વાદળા જળની વૃષ્ટિ કરનાર છે ધાન્યને ઉત્પન્ન કરનાર નથી. છતાં ધાન્યને ઊપજાવનાર કહેવાય છે. તેમ આત્મામાં રાગાદિ ભાવકર્મ ઉત્પન્ન થતાં પૌદ્ગલિક કર્યો ઉત્પન્ન થાય છે, ત્યારે આત્મા દ્રવ્ય કર્મનો પણ કર્તા બને છે. તેમ વ્યવહારવાદીનું ઉપચાર કથન છે.
[ ७९३] नैगमव्यवहारौ तु ब्रूतः कर्मादिकर्तृताम् ।
व्यापारः फळपर्यन्तः परिदृष्टो यदाऽऽत्मनः ॥ ११६ ॥ મૂલાથે : નૈગમનય અને વ્યવહારનય આત્માને કર્માદિકનું કર્તાપણું કહે છે, કારણ કે આત્માનો વ્યાપાર ફળ પર્યંત જોયેલો છે.
Jain Education International
૩૮૬ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org