________________
ક્રિયાનો કર્તા છે જ નહીં. કેવળ તેવા પરિણામનો કર્તા છે. માટે પરિણામ અનુસાર સારામાઠા ફળનો ભોક્તા બને છે. [७८२] परस्य युज्यते दानं हरणं वा न कस्यचित् ।
न धर्मसुखोयत्ते कृतनाशादिदोषतः ॥ १०५ ॥ મૂલાર્થ : નિશ્ચયવાદી કહે છે કે તે પ્રમાણે કોઈને કોઈનું દાન કે હરણ ઘટતું નથી. કારણ કે દાન અથવા હરણ કૃતનાશ વિગેરેના દોષથી ધર્મ અને સુખને માટે નથી.
ભાવાર્થ : અન્યને દાન આપવાથી સુખ ઊપજતું નથી અને અન્યનું હરણ કરવાથી દુઃખ થતું નથી. તેમ થાય તો પોતાના સત્કર્મથી જે કંઈ મેળવવું તે અન્યને આપવાનું થાય, અને પોતાના ભોગસુખનો નાશ થાય, તેમાં કૃતનાશનો દોષ આવે. વળી બીજાનું હરી લઈને ભોગની પ્રાપ્તિ કરે તો અકૃતાગમ દોષ આવે, આથી દાન અને હરણની ક્રિયાથી ધર્માધર્મ થાય તે વાત યોગ્ય નથી. [७८३] भिन्नाभ्यां भक्तवित्तादि-पुद्गलाभ्यां च ते कुतः ।
રવાપત્તિર્યતો રાનં, દર સ્વત્વનાશનમ્ | ૧૦૬ // મૂલાર્થ : ભિન્ન એવા ભક્ત અને વિજ્ઞાદિક પુદ્ગલે કરીને તે દાન અને હરણ શી રીતે થાય ? કારણ કે દાન એ સ્વકીયપણાની પ્રાપ્તિરૂપ છે. અને હરણ તે સ્વકીયપણાના નાશરૂપ છે.
ભાવાર્થ : નિશ્ચયવાદી કહે છે આત્માથી પર એવા ભોજન, ધન, જળ, વસ્ત્ર કે પાત્ર વિગેરે પુદ્ગલિક વસ્તુઓ છે તે આપવાથી ધર્મ કેવી રીતે થઈ શકે ? કે હરણ કરવાથી અધર્મ કેવી રીતે થઈ શકે? જે પદાર્થ આત્માનો છે નહીં, તેનાથી આત્માને ધર્મ અધર્મ કેવી રીતે હોય ? [७८४] कर्मोदयाच तद्दानं हरणं वा शरीरिणाम् ।
पुरुषाणां प्रयासः क-स्तत्रोपनमति स्वतः ॥ १०७ ॥ મૂલાર્થ : વળી દાન અથવા હરણ પ્રાણીઓને કર્મના ઉદયથી થાય છે. તે પોતાની જાતે જ પરિણામ પામે છતે પુરુષોને શો પ્રયાસ થાય છે ?
આત્મજ્ઞાનાધિકાર : ૩૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org