________________
છે, અન્યથા તે જીવે છે.
ભાવાર્થ : પરમાર્થ – નિશ્ચયથી તો કોઈ કોઈને મારતું કે વધ કરતું નથી. સાધુ જનો કોઈની રક્ષા કરતા નથી. દરેકને પોતાના આયુષ્યનો ક્ષય થાય છે. ત્યારે મરણ પામે છે, અને આયુષ્યથી જીવે છે. વળી જીવિત કે મરણમાં અન્ય પ્રાણી તો નિમિત્તમાત્ર બને છે.
શંકા : તો પછી મારનાર અને રક્ષણ કરનારના ફળનો અભાવ થશે. હિંસાદિ અંગેની લૌકિક વ્યવસ્થા પણ ખોટી ઠરશે. [૭૦] હિંસા યાવિહામ્યાં સ્વાતામ્યાં તું વનમ્ |
फलं विचित्रमाप्नोति परापेक्षां विना पुमान् ॥ १०३ ॥ મૂલાર્થ : કેવળ પોતામાં રહેલી હિંસા અને દયાના પરિણામથી પુરુષ અન્યની અપેક્ષા વિના જ વિચિત્ર ફળને પામે છે.
ભાવાર્થ : જ્યારે હિંસા કે રક્ષણ કરવામાં આવે છે ત્યારે પોતામાં રહેલા હિંસા કે દયાના ભાવથી-પરિણામથી અન્યની અપેક્ષા રાખ્યા વગર પરિણામને કારણે વિવિધ પ્રકારનું ફળ પામે છે. અર્થાત્ ક્રિયાથી સાધ્ય એવું ફળ પામે છે. [७८१] शरीरी म्रियतां मा वा, ध्रुवं हिंसा प्रमादिनः ।
વ વતમાનસ્ય વધેડ પ્રળિનાં રિત . ૧૦૪ . મૂલાર્થ : પ્રાણી મરો વા ન મરો, તો પણ પ્રમાદવાળાને અવશ્ય હિંસા લાગે છે. અને જતનાવાળાથી ક્વચિત્ પ્રાણીનો વધ થયા છતાં પણ દયા કહેવાય છે.
ભાવાર્થ : પ્રમાદી પુરુષને રક્ષણ કરવાના અભાવથી હિંસાનું કર્મ બંધાય છે, તેનું ફળ પણ મળે છે. કારણ કે તેના પરિણામમાં અશુદ્ધ સંકલ્પ છે.
જેને યતના વડે શુદ્ધ સંકલ્પ છે, તેને કંઈ પણ ક્રિયા કરતા પ્રાણી વધ થાય તો પણ આત્મામાં જ્ઞાન અને ક્રિયાથી ઉત્પન્ન થયેલા શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. પણ તેમાં પર શરીરની અપેક્ષા રહેતી નથી. અર્થાત્ નિશ્ચયવાદી કહે છે કે આત્મા હિંસાદિ
૩૮ર : અધ્યાસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org