________________
મૂલાર્થ ? આત્મા પોતે જ્યારે જ્યારે એટલે જે જે ભાવને પરિણમે છે. ત્યાં ત્યાં ઋજુસૂત્ર નય આત્માને તે તે ભાવનો કર્તા માને છે.
ભાવાર્થ : ઋજુસૂત્રનય સરળ છે. ભૂત-ભાવિની કલ્પનાનો ત્યાગ કરી ફક્ત વર્તમાન વસ્તુને જ સત્તારૂપે કહે છે. તે પ્રમાણે આત્મા જ્યારે જ્યારે જે જે નવા ભાવને સ્વયં પરિણમે છે, એટલે તે તે સ્વભાવને ઉત્પન્ન કરે છે. તે આત્માનું તે તે ભાવને વિષે કર્તાપણું છે. [૭૭] રૃત્વ પરમાવાના-માસી નાયુપતિ |
બિયાય દિ નવી કામમાં નિનઃ | ૨૬ // મૂલાર્થ : આ નય પરભાવોનું કર્તાપણું અંગીકાર કરતો નથી. કારણ કે એક દ્રવ્યની બે ક્રિયા જિનેશ્વરોએ માનેલી નથી.
ભાવાર્થ ઃ આ ઋજુસૂત્રનય આત્માથી ભિન્ન પુદ્ગલદ્રવ્યોથી ઉત્પન્ન થયેલા પર્યાયોનું કર્તાપણું સ્વીકારતો નથી. કેમ કે જીવ જીવની અને અજીવની એ બે ક્રિયા કરતો નથી. જો કોઈ દ્રવ્ય પરની ક્રિયા કરે તો જીવ અજીવ અન્યોન્ય પરસ્પરની ક્રિયાના કર્તા થાય તો પછી જીવ અજીવમાં કોઈ ભેદ ન રહે. તેથી જીવ અજીવરૂપ અને અજીવ જીવરૂપ થવાનો દોષ આવે. માટે જીવ અજીવની ક્રિયાનો કર્તા નથી. [૭૭૬] મૂતિ દિ ક્રિયા સૈવ ચારે બન્નતી |
ન સીનીયં વિના ૨ ( પત્રવ્યાપુ સી ૧૨ // મૂલાર્થ : એક દ્રવ્યની સંતતિને વિષે જે હોવાપણું તે જ ક્રિયા હોય છે. તે ક્રિયા પર દ્રવ્યના ગુણોને વિષે સમાન જાતિપણા વિના થતી નથી.
ભાવાર્થ : સંતતિ એટલે જીવાદિક એક પદાર્થની કાળક્રમે થયેલી ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાયની શ્રેણીને વિષે વર્તમાનકાળના પર્યાયપણે હોવાપણું અને બીજા પર્યાયો વડે કરીને ઉત્પાદની ક્રિયા છે. ઉત્પાદ એટલે પ્રવૃત્તિ અને વ્યય એટલે નિવૃત્તિરૂપ પ્રક્રિયા છે.
૩૮૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org