________________
સંતાન = જીવથી જુદું પુદ્ગલ, સંતાની = જીવ.
ભાવાર્થ: ઉત્પત્તિ અને વિનાશ વડે કરીને ગુણના પર્યાયોની પરંપરાને વિષે સત્ત્વ (દ્રવ્ય) કોઈ પણ પ્રકારે યુક્ત નથી. જીવાદિક દ્રવ્યનું અનિત્યપણું નિરંતર એકાકારપણે રહેલું ન હોવાથી કાર્યમાં વર્ત તો ધર્મ પણ નિત્ય હોતો નથી. તેથી એ સિદ્ધ થયું કે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીપણે જે ઉત્પત્તિ થઈ તે આત્મા જ ઉત્પન્ન થયો. ગતિના ઉત્પત્તિ નાશના કારણે સંતાનના અનિત્યપણાને લીધે સંતાની અનિત્ય સિદ્ધ થયો. આમ કેવળ નિત્ય કે કેવળ અનિત્યના સંબંધવાળો નથી. પર્યાયાસ્તિકનયે અવસ્થાઓ બદલાય છે.
અર્થાતુ આત્મા ધ્રુવ છે. એનાથી ભિન્ન કોઈ સત્તાન જેવી વસ્તુ નથી. અને તેના જ્ઞાનાદિગુણો ઉત્પત્તિશીલ છે એટલું માનવું જોઈએ. [૭૭૩] ચોમાયુત્પત્તિમત્તત્ત-વહિત્મિના તતઃ |
नित्यता नाऽऽत्मधर्माणां तदृष्टान्तबलादपि ॥ ९६ ॥ મૂલાર્થ : તેથી કરીને આકાશ પણ તેની અવગાહનાના સ્વરૂપે કરીને ઉત્પત્તિમાન છે. આ દષ્ટાંતના સામર્થ્યની પણ આત્મધર્મોની નિત્યતા છે.
(કવળ આત્મા જ ઉત્પાદાદિવાળો છે એમ નથી પણ આકાશાદિક પણ ઉત્પાદાદિવાળા છે.)
ભાવાર્થ : દ્રવ્યમાત્ર ઉત્પાદાદિ અવસ્થાવાળા છે. વળી ધર્મ અને ધર્મીનો અભેદ સંબંધ છે. કાળક્રમે આવેલા જીવ અને પુદ્ગલો એ અવગાહન કરાતા જીવાદિકને અંદર પ્રવેશ કરવામાં આધારરૂપ જે ધર્મ છે, તે અવગાહનરૂપે કરીને આકાશ ઉત્પત્તિવાળું છે. તે દાંતથી જીવની પણ ઉત્પત્તિ જાણવી. (ઉત્પત્તિમત) [૭૭૪] નુસૂત્રનયસ્તત્ર વૃતાં તસ્ય માતે |
स्वयं परिणमत्यात्मा यं यं भावं यदा यदा ॥ ९७ ॥ ઋજુસૂત્ર નયનો મત બતાવે છે.
આત્માજ્ઞાનાધિકાર : ૩૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org