________________
મૂલાર્થ : તેથી કરીને આ નયને વિષે આત્મા કર્તા નથી. પણ શુદ્ધ ભાવને ધારણ કરનારો છે, પરંતુ લોકને વિષે ઉપચારથી તેનું કર્તાપણું ભલે ઇચ્છો.
ભાવાર્થ : શુદ્ધ દ્રવ્યાર્થિકનયના મતે શુદ્ધ સંગ્રહનયના મતે આત્માને શુદ્ધ સ્વભાવનો કર્તા ન મનાય. પણ શુદ્ધ સ્વભાવને ધારણ કરનારો મનાય. વ્યવહાર લક્ષણવાળા નયના મતે આત્માનું કર્તાપણું ભલે કહો તેમાં કંઈ હાનિ નથી. આમ આત્મા શબ્દનયોથી શુદ્ધ સ્વભાવનો કર્તા હોઈ શકે પણ શુદ્ધ નિશ્ચય નયથી નહીં. [७७१] उत्पत्तिमात्मधर्माणां विशेषग्राहिणो जगुः ।
अव्यक्तिरावृतेस्तेषां नाभावादिति का प्रमा ॥ ९४ ॥ પર્યાયાસ્તિક નયનો મત
મૂલાર્થ : વિશેષગ્રાહીનયો આત્માના ધર્મોની (ગુણોની) ઉત્પત્તિ કહે છે. તેમને આવરણથી અવ્યક્તિ છે પણ આત્મધર્મના અભાવથી અવ્યક્તિ નથી. તેમાં શું પ્રમાણ ?
ભાવાર્થ : વિશેષ પર્યાયને ગ્રહણ કરતા પર્યાયાસ્તિક અન્ય નયો કહે છે કે ચેતનામાં સમ્યગ્દર્શન જ્ઞાનાદિ ગુણો મન્ન થાય છે. તે સદૈવ હોતા નથી. તે ગુણો આવરણને કારણે વ્યક્ત થયા નથી. પણ આરિત થયા છે. તેમાં આત્માનો અભાવ નથી. તેના ધર્મોના અભાવને લીધે અવ્યક્તિ નથી. તેમ સામાન્યગ્રાહી દ્રવ્યાસ્તિકનય કહે છે.
—
અર્થાત્ સંગ્રહનય સિવાયના વિશેષગ્રાહીનયો કેવળ પર્યાયનું જ વસ્તુપણું માનતા હોવાથી અનુત્પન્ન ગુણોની વ્યક્તિનો અભાવ કહે
છે.
[७७२] सत्त्वं च परसन्ताने नोपयुक्तं कथञ्चन ।
सन्तानिनामनित्यत्वात्सन्तानोऽपि न च ध्रुवः ॥ ९५ ॥
મૂલાર્થ : પ૨ સંતાનને (પરંપરાને) વિષે સત્ત્વ કોઈ પણ પ્રકારે યુક્ત નથી. અને સંતાનીનું અનિત્યપણું હોવાથી સંતાન પણ ધ્રુવ નથી.
Jain Education International
૩૭૮ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org