________________
ભાવાર્થ : શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ સંગ્રહનયના મતે આત્મા સદૈવ શુદ્ધ સ્વભાવી જ કહ્યો છે. કારણ કે આત્મા અને શુદ્ધ સ્વભાવ બંને અભિન્ન છે. આથી શુદ્ધ સ્વભાવનું કર્તૃત્વ શુદ્ધ નિશ્ચયનયથી તો શક્ય નથી. જો આત્મા ફૂટસ્થ નિત્ય હોય તો શુદ્ધ સ્વભાવની ઉત્પત્તિરૂપ ક્રિયા કેવી રીતે થાય ?
[૬૬] સ્વરૂપં તુ ન વર્તનું જ્ઞાતવું જેવાં સ્વતઃ । दीपेन दीप्यते ज्योतिर्न त्वपूर्वं विधीयते ॥ ९१ ॥
મૂલાર્થ : આત્માને પોતાનું રૂપ કરવા લાયક નથી. પણ પોતાની જાતે કેવળ જાણવા લાયક છે. જેમ કે પ્રકાશ દીવાવડે પ્રદિપ્ત થાય છે, પણ તેથી કાંઈ અપૂર્વ જ્યોતિ પ્રગટ કરાતી નથી.
ભાવાર્થ : આત્માનો જ્ઞાનાદિક સ્વભાવ વિદ્યમાન છે, તે કંઈ ઉત્પન્ન કરવાલાયક નથી. પરંતુ પોતાથી પોતા વડે પોતાનું સ્વરૂપ જાણવાલાયક છે. જેમ દીવો જ્યોતિ વડે પ્રકાશિત થાય છે, તેમાં વસ્તુઓ જણાય છે. પણ દીવાને કશું કરવાનું નથી, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે તેને કંઈ નવું કરવાનું રહેતું નથી.
[૭૬૬] અન્યથા પ્રાશનાત્માસ્યાત્ સ્વરુપાનનુવૃત્તિતઃ ।
न च हेतुसहस्त्रेणा - प्यात्मता स्यादनात्मनः ॥ ९२ ॥ મૂલાર્થ : અન્યથા આત્મા પોતાના રૂપની ઉત્પત્તિ પહેલા સ્વરૂપના અસંબંધને લીધે અનાત્મા (જડ) થશે. અને તે અનાત્માનું આત્માપણું હજારો હેતુથી પણ પ્રાપ્ત થશે નહીં.
ભાવાર્થ : જો આત્મા સ્વરૂપનો કર્તા બને તો તો તેને જે ક્ષણે સ્વરૂપ ઉત્પન્ન કર્યું તે પહેલાં તે અનાત્મા અચેતન થશે. અર્થાત્ તે સ્વરૂપમય હતો નહીં. તો બીજાં હજાર કારણ મળવા છતાં તેમાં જીવપણું થશે નહીં. કેમ કે કોઈ સંયોગી વસ્તુથી આત્મા ઉત્પન્ન થતો નથી. એમ સ્વરૂપ વિનાનો આત્મા જડ બની જશે.
[૭૭૦] નયે તેનેહ નો હર્તા, વિત્ત્વાત્મા શુદ્ધભાવમૃત્ । उपचारात्तु लोकेषु तत्कर्तृत्वमपीष्यताम् ॥ ९३ ॥
આત્માશાનાધિકાર : ૩૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org