________________
શુદ્ધ સ્વભાવનું કર્તાપણું કહે છે. તે શુદ્ધ સંગ્રહનયના મતવડે કહે છે, તેમાં તેમની અલ્પમતિ જાણવી. કારણ કે કેવળ શુદ્ધ સંગ્રહનય વડે સર્વ પદાર્થને ઉત્પત્તિ વ્યય રહિત, સ્થિરરૂપે માનવો તે એકાંત છે, તે મત પ્રમાણે તો આત્મા સ્વભાવનો કર્તા પણ કેમ થાય? [७६५] द्रव्यास्तिकस्य प्रकृतिः-शुद्धा सङ्ग्रहगोचरा ।
येनोक्ता सम्मतौ श्रीम-सिद्धसेनदिवाकरैः ॥ १८ ॥ મૂલાર્થ : જેથી કરીને સંમતિતર્કને વિષે શ્રીમાન સિદ્ધસેનદિવાકર મહારાજે દ્રવ્યાસ્તિકની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહનયના વિષયવાળી કહી છે.
(છ શ્લોક દ્વારા દિગંબર માન્યતાની સ્પષ્ટતા કરી છે)
ભાવાર્થ સંમતિતક નામના શાસ્ત્રના રચયિતા મુનિસમૂહને વિષે માર્ગના પ્રકાશ કરનારા શ્રી સિદ્ધસેન દિવાકરે સંગ્રહનયને માત્ર દ્રવ્યાસ્તિનયથી ગ્રહણ કરનારી શુદ્ધ પ્રકૃતિનો બોધ કરનાર કહ્યો છે. તેથી શુદ્ધ દ્રવ્યાર્થિક નય પર્યાયના વિષયવાળો નથી. તેથી આત્માને પોતાના સ્વરૂપનું કર્તાપણું પણ ત્યાં યુક્ત નથી. [७६६] तन्मते च न कर्तृत्वं, भावानां सवदान्वयात् ।
कूटस्थः केवलं तिष्ठत्यात्मा साक्षित्वमाश्रितः ॥ ८९ ॥ મૂલાર્થ : તે નયના મતમાં પદાર્થોનો સર્વથા અન્વય (સંબંધ) હોવાથી આત્માનું કર્તાપણું નથી. પરંતુ સાક્ષીપણાનો આશ્રય કરનારો કેવળ કૂટસ્થ આત્મા રહેલો છે.
ભાવાર્થ : શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ સંગ્રહનયના મતે તો આત્મા સદૈવ શુદ્ધ સ્વભાવી કહ્યો છે. ઉત્પાદ વ્યયરહિત આત્મા અને શુદ્ધ સ્વભાવરૂપ આત્મા એક જ છે. આ મતે આત્મા કૂટસ્થ નિત્ય એટલે અનુત્પન્ન, અવિનાશી, અને સ્થિર સ્વભાવવાળો સદા રહેલો છે, તેમાં શુદ્ધ સ્વભાવની ઉત્પત્તિ કેવી રીતે સંભવે ? [७६७] कर्तुं व्याप्रियते नायमुदासीन इव स्थितः ।
आकाशमिव पट्टेन लिप्यते न च कर्मणा ॥ ९० ॥ મૂલાર્થ : ઉદાસીનની જેમ રહેલો આ આત્મા કાંઈ પણ કરવા માટે વ્યાપાર કરતો નથી, અને કાદવ વડે આકાશની જેમ કર્મ વડે તે લપાતો નથી.
૩૭૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org