________________
ભોગ્ય વસ્તુના સંગ્રહરૂપ એક જ ભોગનો આત્મા ભોક્તા છે. જેમ કે ઘરનો ભોક્તા, તેમાં ઘરની ઘણી વસ્તુઓ આવી જાય. ઋજુસૂત્ર નયથી જે વખતે જે પદાર્થનો ભોગ કરતો હોય તે વખતે તેનો ભોક્તા ગણાય. ' શબ્દનયથી પુષ્પમાળા વિગેરે મંગાવીને પણ તે તે પદાર્થનો ભોક્તા બને છે. સમભિરૂઢનયથી પુષ્પમાળાનાં જુદાં જુદાં પુષ્પોનો જુદો જુદો ભોક્તા હોય છે. અને એવંભૂત નયથી જે વખતે જે પુષ્પની માળાનો સાક્ષાત્ ભોગ કરે ત્યારે ભોક્તા છે. આમ વ્યવહારનયના અનેક પ્રકારથી આત્મા કર્યાદિનો કર્તા અને ભોક્તા હોય છે. [૭] વર્તાપ ગુમાવાના-મનામાં શુદ્ધનામુઃ |
प्रतीत्य वृत्तिं यच्छुद्धक्षणानामेष मन्यते ॥ ८१ ॥ મૂલાર્થ : શુદ્ધનયથી વિભુ એવો આત્મા શુદ્ધ ભાવોનો કર્તા છે, કારણ કે આ શુદ્ધ નય શુદ્ધ ક્ષણોની વૃત્તિનો આશ્રય કરીને જીવને કર્તા તરીકે માને છે.
ભાવાર્થ : શુદ્ધ નય આત્માની અવસ્થાને આશ્રયીને આત્માને શુદ્ધ ભાવોનો કર્તા કહે છે. પોતાના જ ઉપાદાનને કારણે આત્મા પોતાના જ જ્ઞાનાદિક ગુણોનો કર્તા છે. પણ પુદ્ગલ ધર્મનો કર્તા થતો નથી. જો તે પર દેવ્યના સ્વરૂપનો કર્તા બને તો તે પરદ્રવ્યમય બની જાય. પરંતુ કોઈ દેવ્ય અન્ય દેવ્યમય બનતું નથી. આથી આત્મા જે સમયે શુભ વીર્યની વૃત્તિવાળો હોય તે સમયે તે શુદ્ધ ભાવોનો કર્તા હોય છે. [७५९] अनुपप्लवसाम्राज्ये विसभागपरिक्षये ।।
आत्मा शुद्धस्वभावानां जननाय प्रवर्त्तते ॥ ८२ ॥ મૂલાર્થ : અનુપદ્રવનું સામ્રાજ્ય થયે છતે તથા વિસભાગનો નાશ થયે છતે આત્મા શુદ્ધ સ્વભાવને ઉત્પન્ન કરવા પ્રવર્તે છે.
ભાવાર્થ : રાગાદિના વ્યાઘાત ઉપદ્રવ રહિત આત્મામાં શુદ્ધ દશા પ્રવર્તે છે. આત્માને પ્રતિકૂળ જે ભોગાદિ ભ્રાંત મનોદશા દૂર થઈ
આત્મજ્ઞાનાધિકાર : ૩૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org