________________
[७५६] तच्चिदानन्दभावस्य भोक्ताऽऽत्मा शुद्धनिश्चयात् ।
ગગુનિશ્ચયાતોઃ સુવાયો ૭૨ // મૂલાર્થ તેથી કરીને શુદ્ધ નિશ્ચય નયના મતથી આત્મા ચિદાનંદ સ્વભાવનો ભોક્તા છે, અને અશુદ્ધ નિશ્ચયનયના મતથી કર્મે કરેલાં સુખ-દુઃખનો ભોક્તા છે.
ભાવાર્થ : અહીં આત્માની કર્તા-ભોક્તા જનિત દશાને બે પ્રકારે કહી છે.
૧. શુદ્ધ નિશ્ચયનય (કેવળ તત્ત્વદષ્ટિ) ૨. અશુદ્ધ નિશ્ચયનય (વ્યવહાર દૃષ્ટિ)
શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનો ભોક્તા છે, તે આત્માને કર્મોપાધિજનિત રાગાદિ પર્યાયમય કે સુખદુઃખાદિ પર્યાયમય માનતો નથી. સર્વ અવસ્થામાં તે સર્વ પદાર્થોથી ભિન્ન સ્વરૂપ સિદ્ધ છે.
અશુદ્ધ નિશ્ચનયથી આત્મા કર્મકૃત સુખાદિનો પણ ભોક્તા બની શકે છે. કારણ કે આ નય આત્માને માત્ર નિરૂપાધિક જ્ઞાનાદિ સ્વરૂપ ન માનતાં કર્મની ઉપાધિ જનિત સુખદુઃખાદિનો ભોક્તા માને છે. અજ્ઞાનવશ કરેલા પોતાના જ પરિણામથી બંધાયેલાં કર્મોનો કર્તા અને ભોક્તા પણ આત્મા પોતે છે. [७५७] कर्मणोऽपि च भोगस्य स्रगादेर्व्यवहारतः ।।
નૈવારિવ્યવસ્થાપિ ભાવનીવાડના ત્રિશા | g૦ || મૂલાર્થ : જીવ કર્મનો પણ ભોક્તા છે, તથા વ્યવહાર નથી પુષ્પમાળા વિગેરે ભોગનો પણ ભોક્તા છે. આ જ દિશા વડે નૈગમાદિક નયની પણ વ્યવસ્થા જાણી લેવી.
ભાવાર્થ : અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા સાતા અસાતા વેદનીય કર્મના અનુભવથી ભોક્તા છે. અને તે નયથી આત્મા પુષ્પમાળાદિનો પણ કહેવામાત્રથી ભોક્તા છે.
ભૂત-ભાવિના નૈગમનયોથી પણ આત્મા નજીકની કે દૂરની જડ કે ચેતન કોઈ પણ વસ્તુનો ભોક્તા છે. સંગ્રહનયથી સર્વ
૩૭૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org