________________
[७५३] जायन्ते जाग्रतोऽक्षेभ्यश्चित्रा धीसुखवृत्तयः ।
सामान्यं तु चिदानन्दरुपं सर्वदशन्वयि ॥ ७६ ॥ મૂલાર્થ જાગૃત આત્માને ઈન્દ્રિયો-થકી અનેક પ્રકારની આધિવાળી સુખની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. અને સામાન્ય તો સર્વ દશામાં સંબંધવાળું ચિદાનંદરૂપ ભાસે છે.
ભાવાર્થ : દ્રવ્યનિદ્રાથી મુક્ત આત્માને પણ મોહરૂપી ભાવ નિદ્રામાં ઈન્દ્રિયોની ચિત્રવિચિત્ર માનસિક સુખાદિની અનેક પ્રકારની માનસિક પીડા ઉત્પન્ન થાય છે. ત્યારે પણ જીવની સત્તા માત્રમાં આત્માનું સચિતઆનંદ સ્વરૂપ સર્વત્ર સર્વદશામાં સમાનપણે રહે છે તેને કશી બાધા પહોંચતી નથી. [७५४] स्फुलिङ्गैर्न यथा वहिर्दीप्यते ताप्यतेऽथवा ।
નાનુભૂતિપરામૂલી તથ્થતમઃ નિત્મિનઃ | ૭૭ | મૂલાર્થ: જેમ અગ્નિ તણખા વડે પ્રદિપ્ત થતો નથી. અથવા તાપ પમાડતો નથી, તેમ આ સુખની વૃત્તિઓ વડે આત્માનો અનુભવ કે પરાભવ થતો નથી.
ભાવાર્થ : જેમ સામાન્ય તણખા વડે અગ્નિ પ્રદીપ્ત - પ્રકાશિત થતો નથી કે ઘીને ગરમ કરી શકતો નથી. તેમ ચિંતાયુક્ત સુખની વૃત્તિઓ કે સામાન્ય ઇન્દ્રિયોના સુખ વડે જીવ સાચું સુખ પામતો નથી, કે તેના વડે દુઃખ પામીને પરાભવ પામતો નથી. [७५५] साक्षिणः सुखरुपस्य सुषुप्तौ निरहङकृतम् ।
___ यथा भानं तथा शुद्ध-विवेके तदतिस्फुटम् ॥ ७८ ॥
મૂલાર્થ : સુષુપ્તિ અવસ્થામાં સુખરૂપ અને સાક્ષી એવા આત્માનું જેમ અહંકાર રહિત ભાન-જ્ઞાન થાય છે. તેમ શુદ્ધ વિવેકને વિષે તે ભાન અતિ સ્કુટ થાય. - ભાવાર્થ : જેમ નિદ્રાને આધીન થઈને સૂતેલા માણસને અહંકાર રહિત “હું છું” એવું જ્ઞાન રહે છે. તે પ્રમાણે શુદ્ધ વિવેજ્યુક્ત નિર્મળ સ્વભાવવાળાને અહંકાર રહિત સુખનું ભાન સ્પષ્ટ હોય છે. કે પુદ્ગલાનંદી – પુદ્ગલમાં સુખ માનનારો હું નથી. મારું સ્વરૂપ તેનાથી ભિન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org