________________
[७५०] इत्थमेकत्वमापन्नं फलतः पुण्यपापयोः ।
મચતે વો ન મૂઢત્મિા નાસ્તસ્તસ્ય મવોઃ + ૭રૂ . મૂલાર્થ: આ પ્રમાણે પુણ્ય તથા પાપનું એકપણું પ્રાપ્ત થયું. જે મૂર્ખ માણસ એ પ્રમાણે માનતો નથી, તેના ભવસાગરનો પાર નથી.
ભાવાર્થ : પુણ્યનું ફળ ભલે ભોગાદિ સુખ હો પરંતુ પૂર્વે કહેલા પરિણામાદિ ચાર કારણોથી દુઃખરૂપ હોવાથી પાપ અને પુણ્ય બંને સમાન છે. પરંતુ વ્યામોહથી ગ્રસિત થયેલો પુરુષ તે બંનેમાં એકપણું જોતો નથી. અને પુણ્યને સારું માને છે, તેના સંસારનો અંત નથી. [७५१] दुःखैकरुपयोर्मिनस्तेनात्मा पुण्यपापयोः ।।
शुद्धनिश्चयतः सत्यचिदानन्दमयः सदा ॥ ७४ ॥ મૂલાર્થ : તેથી કરીને દુઃખના જ એક સ્વરૂપવાળા પુણ્ય અને પાપથી આત્મા જુદો છે, કારણ કે શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સર્વદા સત્-ચિત્ આનંદમય છે.
ભાવાર્થ : શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સચિતઆનંદમય છે. ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખને અથવા જેનો સ્વભાવ જ દુઃખરૂપ છે તેને અનુભવનારો નથી. પરંતુ સદા સર્વદા આનંદમય છે. અર્થાત્ પરમ બ્રહ્મસ્વરૂપ છે. [७५२] तत् तुरीयदशाव्यङ्गयरुपमावरणक्षयात् ।
भात्युष्णोद्योतशीलस्य धननाशाद्रवेरिव ॥ ७५ ॥ મૂલાર્થ : જેમ મેઘનો નાશ થવાથી ઉષ્ણ પ્રકાશના સ્વભાવના સૂર્યવાળા સૂર્યનું રૂપ દેખાય છે, તેમ આવરણનો ક્ષય થવાથી તુર્ય (જ્ઞાન) દશાને વિષે જાણી શકાય તેવું આત્માનું રૂપ છે.
ભાવાર્થ : વાદળાથી આચ્છાદિત થયેલા સૂર્યનો પ્રકાશ વાદળાના નાશ થવાથી શોભે છે. તેમ આત્માના જ્ઞાનાદિ ગુણને ઢાંકનારા ઘાતી કર્મો નાશ પામવાથી જીવનું પૂર્ણજ્ઞાન ઉજાગર – સૂર્યદશાના વ્યક્ત થવાથી આત્મા સચિઆનંદસ્વરૂપે પ્રગટ થાય છે.
૩૭૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org