________________
પરિણામ નવાં કર્મો ઉત્પન્ન કરે છે, જેના ફળરૂપે જીવ દુ:ખ ભોગવે છે. ભોગવ્યું સુખ અને મળ્યું દુ:ખ, તેમાં સુખાનુભવનો ભ્રમ જ છે.
[७४८ ] सुखं दुःखं च मोहश्च तिस्त्रोऽपि गुणवृत्तयः ।
विरुद्धा अपि वर्तन्ते दुःखजात्यनतिक्रमात् ॥ ७१ ॥ મૂલાર્થ : સુખ, દુઃખ અને મોહ એ ત્રણે ગુણની વૃત્તિઓ વિરુદ્ધ છે, તો પણ દુઃખની જાતિને ઉલ્લંઘન કરતા નથી. માટે તે દુઃખરૂપ જ છે.
ભાવાર્થ : ગુણવૃત્તિ અંગેનું સ્વાભાવિક દુઃખ. સત્ત્વ = સુખ, રસ = દુઃખ, તમસ = મોહ સુખ અને દુઃખ એ પુણ્ય તથા પાપનું ફળ છે. મોહ એ અજ્ઞાનરૂપ છે. આ ત્રણે ગુણવૃત્તિઓની પ્રવૃત્તિ ક્રમે કરીને વિરુદ્ધ છે. આથી એકની મુખ્યતા હોય ત્યારે બીજા બેની ગૌણતા હોય છે. જેમ કે પુણ્યના યોગે સુખનો ઉદય હોય ત્યારે પાપની ગૌણતા હોય. તો પણ તે ત્રણે દુઃખરૂપ જ
છે.
વળી સુખ દુઃખ, અને મોહ વિષમ અવસ્થામાં એક સાથે જ રહેતા હોય છે. એટલે સુખ, દુ:ખ અને મોહ ત્રણે સાથે વર્તે છે. આથી સુખાનુભવ સમયે પણ દુઃખ તો મિત્રતા રાખે જ છે. [ ७४९] क्रुद्धनागफणा भोगो-पमो भोगोद्भवोऽखिलः । विलासश्चित्ररूपोऽपि भयहेतुविवेकिनाम् ॥ ७२ ॥
મૂલાર્થ : સમગ્ર ભોગથી ઉત્પન્ન થયેલ સુખનો અનુભવ ક્રોધ પામેલા સર્પની ફણાના વિસ્તારની ઉપમાવાળો છે. વિચિત્ર પ્રકારનો વિલાસ પણ વિવેકી પુરુષોને ભયના કારણરૂપ છે.
ભાવાર્થ : વસ્તુસ્વરૂપને વિષે વિવેકી અને વિચારવાન પુરુષોને શબ્દાદિ ભોગો ભયના હેતુ અર્થાત્ દુર્ગતિનું કારણ છે.
જેમ સર્પની વિસ્તરેલી ફણા દેખાવમાં ભવ્ય લાગે પણ તે ભયજનક છે, તેમ વિષયભોગોનો વિસ્તાર જીવને સારો લાગે પણ તે ભયનો હેતુ છે.
Jain Education International
આત્માશાનાધિકાર : ૩૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org