________________
પુનઃ તે મેળવવાની તીવ્ર આકાંક્ષાનો તાપ તો ઊભો જ રહે છે.
આમ પુટપાકની જેમ ઈન્દ્રિયોનો સમૂહ ચારે બાજુથી તાપની જેમ સંતાપનું જ દુઃખ આપે છે. તો પછી તેમાં સુખ ક્યાં હોય ? [७४६] सदा यत्र स्थितो द्वेषोल्लेखः स्वप्रतिपन्थिषु ।
સુણાનુવવાડપિ તત્ર તાપહંત મન ? મૂલાર્થ : જ્યાં સુખનો અનુભવ કરવાને સમયે પણ નિરંતર પોતાના શત્રુઓને વિષે દ્વેષનું ચિંતન રહેલું છે. ત્યાં તેનું મન તાપથી હણાયેલું છે.
ભાવાર્થ : ઇન્દ્રિયવિષયના સુખાનુભવના સમયે પણ મનમાં કોઈને કોઈ દુઃખદ ચિંતા રહેલી હોય છે, જેમ કે સુંદર ભોજન જમતો હોય ત્યારે વ્યાપારાદિની ચિંતા, નિદ્રા સમયે પણ માનહાનિ કે શત્રુઓના ભયની ચિંતા, પુણ્યફળના ભોગકાળે પણ ચિત્ત તો તાપથી તપ્ત હોય છે તેમાં સુખનો અનુભવ ક્યાંથી થાય ? [७४७] स्कन्धात्स्कन्धान्तरारोपे भारस्येव न तत्त्वतः ।
___अक्षाह्लादेऽपि दुःखस्य संस्कारो विनिवर्तते ॥ ७० ॥
મૂલાર્થઃ એક સ્કંધ પરથી બીજા સ્કંધ (ખભા) પર આરોપણ કરવાથી જેમ ભાર ઓછો થતો નથી, તેમ ઇન્દ્રિયોના આનંદમાં પણ તત્ત્વથી દુઃખનો સંસ્કાર નિવૃત્ત થતો નથી.
ભાવાર્થ : સંસ્કારથી દુ:ખ : જેમ કોઈ શ્રમિક વજનના ભારને એક ખભા પરથી બીજા ખભા પર ફેરવે, તેથી કંઈ ભાર ઊતરતો કે ઘટતો નથી. તેમ ઈન્દ્રિયોના આનંદ વિષે પણ આ જન્મમાં સુખ ભાસ્યું તેના સંસ્કાર વડે પરલોકમાં પેલા ભારની જેમ દુઃખ તો ઊભું જ રહે છે.
ઇન્દ્રિયોના વિષયમાં આનંદ ભોગવતાં ભલે એમ લાગે કે દુઃખ દૂર થયું પણ જીવને ખબર નથી, કે સુખ પ્રાપ્ત થતાં જ સુખની હાનિ થાય છે.
વળી સુખભોગની વાસનામાંથી જે સંસ્કાર પેદા થયો તેની સ્મૃતિ વિષયનો રાગ ઉત્પન્ન કરે છે. અને માનસિક વિકાર જનત
૩૬૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org