________________
[७४१] परिणामाच तापाच संस्काराच बुधैर्मतम् ।
___ गुणवृत्तिविरोधाच दुःखं पुण्यभवं सुखम् ॥ ६४ ॥
મૂલાર્થઃ પુણ્યથી ઉત્પન્ન થયેલા સુખને પંડિતોએ પરિણામને લીધે. તાપને લીધે. સંસ્કારને લીધે તથા ગુણવૃત્તિના વિરોધના લીધે દુઃખરૂપ જ માનેલું છે.
ભાવાર્થ : પરિણામ : સુકૃતથી – પુણ્યથી શુભકર્મથી ઉત્પન્ન થયેલું સુખ તે કર્મસંબંધી ફળનો વિપાક છે.
તાપ : કોઈ કાર્ય કરવાની વ્યાકુળતાથી થતો સંતાપ.
સંસ્કાર : સ્નાન, ભોજન, શયન વિગેરેના મહાવરાથી તે તે ક્રિયાનું આધીનપણું.
ગુણવૃત્તિ: સત્ત્વ, રજસ અને તમસ પ્રકૃતિને કારણે જ્ઞાનાદિક ગુણમાં સ્થિતિ ન થાય.
ભલે પુણ્યથી સુખ ઉત્પન્ન થયેલું ભાસે પણ તેમાં પરિણામ આદિથી પ્રાજ્ઞ પુરુષોએ દુઃખ જ જોયું છે. [७४२] देहपुष्टेनरामत्यनायकानामपि स्फुटम् ।
___ महाजपोषणस्येव परिणामोऽतिदारुणः ॥ ६५ ॥
મૂલાર્થ : પરિણામથી દુઃખ મનુષ્ય અને દેવોના નાયકોના દેહની પુષ્ટિનું પરિણામ મોટા બકરાના પોષણની જેમ સ્પષ્ટ રીતે અત્યંત દારૂણ એટલે ભયંકર છે.
ભાવાર્થ : જેમ કોઈ બકરાના શરીરને સુંદર ઘાસ કે જવ જેવા ઉચિત આહાર વડે પુષ્ટ કરવામાં આવે પછી તેનો બલિ ધરવામાં આવે તો તેને મળેલું સુખ દુઃખમાં પરિણમે છે.
તેમ પુણ્યવડે કદાચ કોઈ જીવ મનુષ્યોનો નાયક કે ચક્રવર્તી થાય, સુરોના નાયક સુરેન્દ્ર થાય, તેમાં તેના દેહની પુષ્ટિ થઈ, પરંતુ અંતે તેનું પરિણામ ભયંકર અધોગતિ થાય છે. અર્થાત્ પુણ્ય પરિણામે દુઃખદાયક છે. [૭૪] ગઝૂ સુમનિઃ પિવો ઘાં થા !
भुजाना विषयान्यान्ति दशामन्तेऽतिदारुणाम् ॥ ६६ ॥
૩૬૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org