________________
ભાવાર્થ : પાપ એ લોખંડની બેડી છે. પુણ્ય એ સોનાની બેડી છે. ભાઈ ! ભલે બેડી લોઢાની લો કે સોનાની હો પણ તેના વડે હાથ કે પગને બાંધવામાં આવે તો તે બંધન જ છે. પરતંત્રતા જ છે. આથી બંનેનું ફળ તો સરખું જ છે. [७३९] फलाभ्यां सुखदुःखाभ्यां न भेदः पुण्यपापयोः ।
સુવીર મિતે ફક્ત ! યતઃ પુષ્યને સુલ દર | મૂલાર્થ સુખદુઃખરૂપ ફળે કરીને પુણ્ય પાપનો કંઈ પણ ભેદ નથી કારણ કે પુણ્યનું ફળ સુખ છે, તે દુઃખથી ભેદ પામતું નથી કે જુદું નથી.
ભાવાર્થ : વ્યવહાર નય કહે છે કે પાપનું ફળ દુઃખ છે, અને પુણ્યનું ફળ સુખ છે. આવા ફળભેદથી બંનેમાં ભેદ છે.
નિશ્ચયનય કહે છે. જેના ફળમાં પરતંત્રતા હોય તેવું પુણ્યનું સુખ પણ દુઃખથી જુદું નથી. અજ્ઞાનદશામાં જીવે કહ્યુંલા તે ભેદ છે. [७४०] सर्वपुण्यफलं दुःखं कर्मोदयकृतत्वतः ।
તત્ર સુપ્રતીકારે વિમૂઠાનાં સુલત્વથીઃ તે દુરૂ | મૂલાર્થ : કર્મના ઉદયવડે હોવાપણું છે તેથી સર્વ પુણ્યનું ફળ દુઃખ જ છે. તેમાં માત્ર દુઃખના પ્રતિકારને કે નિવારણને વિષે મૂર્ખ મનુષ્યોને સુખપણાની બુદ્ધિ થાય છે.
ભાવાર્થ : સુકૃતના સમૂહથી સંચિત થયેલું પુણ્ય પણ દુઃખ જ છે. કારણ કે પુણ્ય કર્મના ફળરૂપે મળેલું સુખ તે કર્મનું કરેલું છે. જેમ કે શુભકર્મના યોગે સુધી કે તૃષાનો ઉપાય કરતાં જીવને સુખ લાગે છે, પણ તે સુખ નથી. સુધાનો ભોજન દ્વારા પ્રતિકાર કર્યો છે. અર્થાત્ એ સમય પૂરતો સુધાદિ દુઃખને દૂર ધક્કો માર્યો છે. પણ સુધાવેદનીય કર્મ તો ઊભું રહે છે.
જેમ રોગનિવારણ માટે ઔષધ લેવું તે કંઈ સુખ નથી, પણ રોગના દૂર કરવાના આશયથી જીવ ઔષધ ગ્રહણ કરીને સુખ માને છે, તેમાં આત્મસ્વરૂપની અજ્ઞાનતા રહી છે.
અર્થાત્ પુણ્યજનિત સુખ એ દુઃખનો પ્રતિકાર છે. તેમાં અજ્ઞાની સુખનો અનુભવ કરે છે.
ની અશાનતા મોષ રહણ કરી, પન્ન
સુખનો અથાત પુણ્યજાના
આભાષાનાધિકાર : ૩૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org