________________
મૂલાર્થ : આત્મા પુણ્યરૂપ નથી અથવા પાપરૂપ પણ નથી. કારણ કે તે પુણ્યપાપ પુદ્ગલરૂપ છે. અને પ્રથમ બાળ શરીરના (જન્મ) ઉપાદાન કારણપણે કલ્પના કરેલા છે. દ્રવ્યદૃષ્ટિથી આ કથન કરેલું છે.
ભાવાર્થ : આત્મા શુભપ્રકૃતિ રૂપ પુણ્યકર્મ નથી કે અશુભ પ્રકૃતિરૂપ પાપ કર્મ નથી. કારણ કે પુણ્ય-પાપરૂપ કર્મ પૌદ્ગલિક છે, અને આત્મા તો ચૈતન્ય સ્વભાવવાળો છે, તેથી તે પુણ્ય-પાપથી ભિન્ન છે.
માતાના શરીરમાં બાળકના આત્માને અથવા ભવાંતરે જતાં આત્માને પ્રથમ સમયે આરંભેલા બાળશરીરના (જન્મને) ઉપાદાનને પુણ્ય-પાપરૂપે કલ્પવામાં આવ્યા છે, કે જીવ પોતાના શુભાશુભ કર્મ વડે શરીરાદિ ધારણ કરે છે, અને કર્મ ભોગવે છે. [૭૨૭] પુછ્યું ર્મ શુ× પ્રોક્ત-મજીમં પાષનુષ્યતે । तत्कथं तु शुभं जन्तून् यत् पातयति जन्मनि ॥ ६० ॥ મૂલાર્થ : શુભ કર્મને પુણ્ય કહ્યું છે, અને અશુભકર્મને પાપ કહ્યું છે. તેમાં પુણ્ય શુભ કેમ કહેવાય ? કારણ કે તે જીવોને જન્મ કરાવે છે. અને જન્મમરણ તો દુઃખરૂપ છે.
ભાવાર્થ : શુભ કર્મ એટલે સુખ આપનાર ઉચ્ચ ગોત્ર, સાતા વેદનીય મનુઆયુ વિગેરે. અને અશુભકર્મ એટલે દુઃખ આપતા નીચગોત્ર અસાતા વેદનીય વિગેરે.
પુણ્યકર્મ શરીરનું ઉપાદાનકારણ હોવાથી તે ઉચ્ચગોત્ર જેવા સ્થાનોમાં ભલે જન્મ આપે. પણ જન્મ જ સ્વયં કષ્ટદાયક છે, તો પછી પુણ્યનું શુભપણું કેમ કહેવાય ? યપિ સાંસારિક સુખની અપેક્ષાએ શુભપણું કહ્યું છે. પરંતુ પરમાર્થથી તે સુખરૂપ નથી. [ ७३८] न ह्यासयस्य बन्धस्य तपनीयमयस्य च ।
पारतन्त्र्याविशेषेण कलभेदोऽस्ति कश्चन ॥ ६१ ॥
મૂલાર્થ : લોઢાની બેડીના અને સુવર્ણની બેડીના પરતંત્રપણાના અવિશેષને લીધે તેમાં કંઈ પણ ફળનો ભેદ નથી.
૩૬૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org