________________
છે, અર્થાત્ દેહાશ્રયી છે. તેથી અજીવત્વ માન્યું છે. [७३४] एतत्प्रकृतिभूताभिः शाश्वतीभिस्तु शक्तिभिः ।
__जीवत्यात्मा सदेत्येषा, शुद्धद्रव्यनयस्थितिः ॥ ५७ ॥
મૂલાર્થ ઃ તે પૂર્વોક્ત જ્ઞાન વીર્યાદિકની પ્રકૃતિરૂપ શાશ્વતી શક્તિએ કરીને આત્મા નિરંતર જીવે છે. એ પ્રમાણે આ શુદ્ધ નયની સ્થિતિ
છે.
ભાવાર્થ શુદ્ધ નિશ્ચયનયથી પૂર્વોક્ત જણાવેલા જ્ઞાનાદિ ચાર આત્માના સ્વભાવરૂપ શાશ્વત શક્તિથી જીવ નિરંતર જીવે છે. વિકારરૂપ દશપ્રાણોથી રહિત તથા ઉત્પાદ વ્યય દોષ રહિત જીવ જીવે છે. [૭૩] વીવો નીતિ ન બાળ-ર્વિના તૈરવ નીવતિ |
इदं यित्रं चरित्रं के हन्त ! पर्यनुयुजताम् ॥ ५८ ॥ મૂલાર્થ ? જે પ્રાણો વિના જીવ જીવતો નથી. તે જ પ્રાણી વિના જીવ જીવે છે. એમ કહેવું તે આશ્ચર્યકારક ચરિત્રને કોણ જાણી શકે ?
ભાવાર્થ : અરે જીવનું પણ કેવું આશ્ચર્યજનક ચરિત્ર છે. સંસારી જીવ દ્રવ્ય પ્રાણ વગર જીવી શકતો નથી, અને તે જ જીવ સિદ્ધપર્યાયમાં દ્રવ્યપ્રાણ વિના જીવે છે. તે આશ્ચર્યકારક છે.
તાત્પર્ય એ છે કે ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુ એ ચાર ભેદવાળા દ્રવ્યપ્રાણ પૌલિક છે. અને જીવની શક્તિભૂત – જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ (આનંદ) નિત્યત્વ એ ભાવપ્રાણો જાણવા, અર્થાત્ સંસારી જીવને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ (મલિન) બને છે. અને સિદ્ધાત્માને કેવળ શુદ્ધ ભાવપ્રાણ હોય છે.
આ પ્રમાણે નિશ્ચયનયની દૃષ્ટિથી નવ તત્ત્વ પૈકી પ્રથમ અને બીજા તત્ત્વ જીવનું અજીવથી ભિન્નપણું કહ્યું. હવે ત્રીજું અને ચોથું તત્ત્વ પુણ્યપાપથકી આત્માનું ભિન્નપણું જણાવે છે. [७३६] नाऽत्मा पुण्यं न वा पाप-मेते यत्पुद्गलात्मके ।
आयबालशरीरस्यो-पादानत्वेन कल्पिते ॥ ५९ ॥
તત્વ પર જીવનું અવની દષ્ટિથી જ
આત્માજ્ઞાનાધિકાર : ૩૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org