________________
તે અતિથી
અત્યંત વિકારવામાથી
અજીવત્વ માનીએ છીએ. એકલું જીવપણું જ માનતા નથી. [७३२] इन्द्रियाणि बलं श्वासोच्छ्वासो ह्यायुस्तथा परम् ।
द्रव्यप्राणाचतुर्भेदाः पर्यायाः पुद्गलाश्रिताः ॥ ५५ ॥ મૂલાર્થઃ ઇન્દ્રિયો, બળ, શ્વાસોચ્છવાસ તથા આયુષ એ ચાર પ્રકારનાં દ્રવ્યપ્રાણી છે. તેના પર્યાયો પુદ્ગલાશ્રિત છે.
ભાવાર્થ દ્રવ્યપ્રાણો પુદ્ગલના આશ્રયે રહેલા છે. તે કર્મપુદ્ગલોથી ઉત્પન્ન થયેલા છે. તે ઉત્પાદ વ્યયરૂપ છે. તેથી તે પ્રાણોએ કરીને જીવ જીવતો નથી. પરંતુ જીવ પોતાના સ્વભાવથી જીવે છે. [૭૨૩] મિત્રાતે ઢાત્મિનોગત્યન્ત તિતિ નીવનનું !
ज्ञानवीर्यसदाश्वास-नित्यस्थितिविकारिभिः ॥ ५६ ॥ મૂલાર્થ : તે દ્રવ્ય પ્રાણો આત્માથી અત્યંત ભિન્ન છે, તેથી કરીને જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિના વિકારવાળા તે દ્રવ્યપ્રાણો વડે જીવનું જીવન હોતું નથી. તે દ્રવ્યપ્રાણો આત્માથી અત્યંત ભિન્ન છે. તેથી તે વડે આત્મા જીવતો નથી. આત્મામાં રહેલી ચાર શક્તિઓના વિકારવાળા આ ચાર દ્રવ્યપ્રાણ છે.
૧. આત્માની જ્ઞાનશક્તિના વિકારસ્વરૂપ પહેલો ઇન્દ્રિય નામનો દ્રવ્યપ્રાણ.
૨. આત્માની વીર્યશક્તિના વિકાર સ્વરૂપ બીજો બળ નામનો દ્રવ્યપ્રાણ.
૩. આત્માના નિરંતર શ્વાસોચ્છવાસરૂપ જીવનશક્તિના વિકારરૂપ શ્વાસોચ્છવાસરૂપ દ્રવ્યપ્રાણ.
૪. આત્માની નિત્યસ્થિતિના વિકારરૂપ મર્યાદિત આયુ નામનો ચોથો દ્રવ્યપ્રાણ.
આ દ્રવ્યપ્રાણો આત્માની સત્તાથી પૃથક છે. તેથી આ પ્રાણો વડે આત્માનું જીવન હોતું નથી. કારણ કે સર્વ પદાર્થને પ્રકાશ કરનાર કેવળજ્ઞાન, અનંતશક્તિરૂપ વીર્ય, નિત્ય આનંદપણું, અને શાશ્વત સ્થિતિ આ ચાર જીવના પ્રાણ છે. તેથી વિપરીત સ્વભાવવાળા દ્રવ્યપ્રાણોથી જીવનું સનાતનપણું સંભવે નહીં. તે વિકારજનિત પ્રાણો
૩૬૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org