________________
અધર્માસ્તિકાયનો ગુણ જીવ અને પુદ્દગલને સ્થિતિમાં સહાય થવાનો છે.
આકાશાસ્તિકાયનો ગુણ જીવ અને પુદ્દગલને જગ્યા આપવાનો છે, કાળનો ગુણ વર્તના ગુણવાળો છે.
આત્માનો ગુણ જ્ઞાન છે, તેથી ઉપરના સર્વ અજીવ દ્રવ્યોથી સ્વધર્મે કરીને આત્મદ્રવ્ય ભિન્ન છે.
જીવનાં અનેક લક્ષણો છતાં જ્ઞાનગુણનો આશ્રય કરીને ભિન્નતા બતાવી છે.
હવે આત્માને કોઈ પ્રકારે અજીવ પણ કહી શકાય તે કહે છે, વ્યવહારનયથી વ્યક્તિઓનો ભેદ પડે છે, તેથી આત્મામાં અજીવત્વ સિદ્ધ થઈ શકે છે.
[ ७३१] अजीवा जन्मिनः शुद्धभावप्राणव्यपेक्षया ।
सिद्धाश्च निर्मलज्ञाना द्रव्यप्राणव्यपेक्षया ॥ ५४ ॥
મૂલાર્થ : શુદ્ધભાવ પ્રાણની અપેક્ષાએ કરીને જન્મધારી જીવો અજીવરૂપે છે, અને નિર્મળ જ્ઞાનવાળા સિદ્ધના જીવો દ્રવ્ય પ્રાણની અપેક્ષાએ કરીને અજીવરૂપ છે. (સિદ્ધને દ્રવ્ય પ્રાણ નથી).
ભાવાર્થ : શુદ્ધ ભાવપ્રાણ : જ્ઞાનદર્શન ચારિત્ર વીર્ય વિગેરે. દ્રવ્યપ્રાણ : પાંચ ઇન્દ્રિય, ત્રણ મનાદિબળ, શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય. સંસારી જીવને ભાવપ્રાણ અને દ્રવ્ય પ્રાણ બંને છે. શરીરને આશ્રયીને દ્રવ્યપ્રાણ છે, અને આત્માને આશ્રયીને ભાવપ્રાણ છે, પણ જ્ઞાનાવરણાદિના કારણે ભાવપ્રાણ અશુદ્ધ છે. સર્વ ઉપાધિ રહિત શુદ્ધભાવપ્રાણથી પોતાનું સિદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. અને એવા શુદ્ધ ભાવરહિત સર્વ સંસારી જીવો અજીવરૂપ છે કેમકે તેમના જીવસ્વરૂપ જ્ઞાનાદિગુણો પ્રગટ નથી.
જો દ્રવ્યપ્રાણથી જીવત્વ મનાતું હોય તો સંસારી જીવને જ જીવત્વ મનાય. નિર્મળ જ્ઞાનવાળા સિદ્ધ જીવમાં દ્રવ્યપ્રાણો ન હોવાથી તેમનામાં અજીવત્વ આવે. દ્રવ્યપ્રાણ વગર જીવન કેવી રીતે હોય તે અપેક્ષાએ, શબ્દની વ્યુત્પત્તિ અને પ્રવૃત્તિના ભેદથી જીવમાં
આત્માજ્ઞાનાધિકાર ઃ ૩૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org