________________
[૭૨૧] વિપાાનું પ્રાપ્યાઽસૌ વૈવનારિનામમાહ્।
मूर्तं निमित्तमात्रं, नो घटे दण्डवदन्वयि ॥ ४४ ॥ મૂલાર્થ : આ આત્મા વિપાક-ફળને પામીને વેદનાના પરિણામને ભજનારો થાય છે, તેથી સાકારપણું જ કાંઈ તેનું કારણ નથી પરંતુ ઘટને વિષે દંડની જેમ અન્વયી છે.
ભાવાર્થ : જ્યારે વેદનાદિ કર્મના ફળનો વિપાક થાય છે, તે વેદનાના પરિણામને આત્મા ભોગવે છે. અર્થાત્ સંચિત કર્મથી સ્થિતિ પરિપાક થતાં આત્મા વેદનાના પરિણામવાળો થાય છે. તેથી સાકારપણું જ વેદનાનું સમગ્ર કારણ નથી. પરંતુ સહચારી કારણ છે. પરંતુ ઉપાદાન કારણ નથી.
જેમ ઘટ પ્રત્યે માટી ઉપાદાન કારણ છે, પરંતુ ચક્ર, દંડ સહચારી કારણ છે, તેમ કર્મ પણ વેદનાના ભોગ પ્રત્યે ઉપાદાન કારણ નથી. સહચારી કારણ છે.
[૭૨૨] જ્ઞાનાવ્યા ચેતના રોષઃ, વાવ્યા દ્વિષ્ટવક્તતા ।
નન્તોઃ જર્મનાહ્યા સા, વેવના પરિશ્યસ્તે ॥ ૪ ॥
મૂલાર્થ : જંતુનો (આત્માનો) બોધ એ જ્ઞાન નામની ચેતના કહેવાય છે. અને દ્વેષીપણું તથા રાગીપણું એ કર્મ નામે કહેવાય છે. તથા તે જ કર્મફળ નામની વેદના પણ કહેવાય છે.
ભાવાર્થ : જીવની જ્ઞાનાત્મક ચેતના તે બોધ છે.
કર્માત્મક ચેતના તે રાગદ્વેષ છે.
અને વેદના તે કર્મફળચેતના છે.
અર્થાત્ જીવની ચેતના એ જ વેદના, અનુભવ છે. તેથી જીવને મૂર્ત માનવાનું પ્રયોજન નથી.
જીવને વિષયાદિક વસ્તુના સ્વરૂપનો બોધ તે જ્ઞાન ચેતના તે ચિદ્રુપ પરિણતિ છે.
રાગીપણું કે દ્વેષીપણું એ શુભાશુભ કર્મના ઉદયરૂપ કહેવાય છે. વેદના તે શુભાશુભનો અનુભવ છે, તે કર્મફળ વેદના છે.
Jain Education International
૩૫૮
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org