________________
ભાવાર્થ : જ્ઞાની પુરુષોને આશ્ચર્ય ઊપજે છે કે અરૂપી એવા આત્માને વિષે વિવેકરહિત મનુષ્યને રૂપીપણાની ભ્રાંતિ થઈ છે. તેઓ કહે છે કે “અહો ! અમૂર્ત એવા આત્માને લોકો મૂર્તમાન માને છે ?” [७१९] वेदनापि न मूर्तत्वनिमित्ता स्फुटमात्मनः ।।
पुद्गलानां तदापत्तेः किन्त्वशुद्धस्वशक्तिजा ॥ ४२ ॥ મૂલાર્થઃ નિક્ષે વેદના પણ આત્માના મૂર્તપણામાં કારણભૂત નથી. કેમ કે જો તેમ હોય તો પુદગલોને તે વેદનાની પ્રાપ્તિ થશે. પરંતુ તે વેદના તો અશુદ્ધ એવી પોતાની શક્તિથી જ ઉત્પન્ન થયેલી છે.
ભાવાર્થ : વ્યવહાર નય કહે છે કે આત્મામાં સુખદુઃખાદિનું વેદન છે માટે તેમાં મૂર્તતા હોવી જોઈએ.
નિશ્ચયનય કહે છે કે સુખદુઃખાદિનો અનુભવ જીવના રૂપીપણામાં નિમિત્ત નથી. જો તેમ હોય તો પરમાણુ રૂપી છે તેને પણ વેદનાની પ્રાપ્તિ થશે, અને વેદનાનો અનુભવ પરમાણુઓને વિષે છે નહીં.
તો પછી વેદનાનું કારણ શું છે ?
સમાધાન : કર્મના સંયોગથી મલિન થયેલી આત્માની વિશુદ્ધ શક્તિથી વેદનાનો અનુભવ થાય છે. [७२०] अक्षद्वारा यथा ज्ञानं, स्वयं परिणमत्ययम् ।
तथेष्टानिष्टविषयस्पर्शद्वारेण वेदनाम् ॥ ४३ ॥ મૂલાર્થ ? જેમ આ આત્મા ઈન્દ્રિય દ્વારા પોતે જ જ્ઞાનપણે પરિણમે છે. તેમ ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સ્પર્શ દ્વારા વેદનાને પરિણમે છે અનુભવે છે – વેદે છે.
ભાવાર્થ : જેમ શ્રોત્રાદિ ઈન્દ્રિયો દ્વારા ઘટ-પટાદિના જ્ઞાનરૂપે આત્મા સ્વયં પરિણમે છે. તેમ ઈષ્ટનિષ્ટ વિષયોના સ્પર્શાદિના દ્વારા પોતાને સુખદુઃખાદિ અનુભવરૂપ વેદનાને પોતે જ વેદે છે.
આત્માજ્ઞાનાધિકાર : ૩૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org