________________
છે, એવો ભ્રમ પેદા થાય છે.
ભાવાર્થઃ અગ્નિ ઉષ્ણ છે, ઘી શીતળ છે, છતાં અગ્નિના સંયોગથી ઘી ઉષ્ણ થાય છે, ત્યારે “ધી ઉષ્ણ છે' તેવો ભ્રમ પેદા થાય છે તેમ દેહાદિકના સંબંધથી “આત્મા મૂર્તિમાન” (રૂપી) થાય છે તેવો ભ્રમ પેદા થાય છે. અજ્ઞાની જીવ દેહાકારે જીવને જોઈને ભ્રાંતિ સેવે છે. [७१४] न रुपं न रसो गन्धो, न न सों न चाकृतिः।
___ यस्य धर्मो न शब्दो वा, तस्य का नाम मूर्तता ॥ ३७ ॥
મૂલાર્થ : જે આત્માનો ધર્મ (સ્વભાવ) રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી. તેમજ શબ્દ પણ નથી, તે આત્માનું મૂર્તિમાનપણું ક્યાંથી હોય ?
ભાવાર્થ : જે આત્માનો (ધર્મ) સ્વભાવ માટી આદિની જેમ રૂપવાળો નથી. તેનામાં કોઈ ખારો ખાટો રસ નથી, સુરભિ આદિ ગંધ નથી, કે કોઈ આકૃતિ નથી, શબ્દધ્વનિ પણ તે તેનું કર્તવ્ય નથી. માટે હે ભદ્ર ! તે આત્માને મૂર્તતા - રૂપીપણું કે આકૃતિ આદિ ક્યાંથી હોય ? [७१५] दृशाऽदृश्यं हृदाऽग्रा, वाचामपि न गोचरः ।
स्वप्रकाशं हि यद्रपं, तस्य का नाम मतता ॥ ३८॥ મૂલાર્થ : જેનું રૂપ દૃષ્ટિવડે દેખાય તેવું નથી. હૃદયવડે ગ્રહણ થાય તેવું નથી. વાણીને પણ ગોચર નથી. પણ જે સ્વયં પ્રકાશ છે તે આત્માની મૂર્તતા ક્યાંથી હોય !
ભાવાર્થ : હે ભદ્ર ! જે આત્મા ચક્ષુથી અગ્રાહ્ય છે, મન વડે અગોચર છે. વાણીથી વચનાતીત છે, કેમ કે ચક્ષુ આદિનું સામર્થ્ય પોતપોતાના લક્ષણ વિષે પ્રવર્તે છે. દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ જ્ઞાન છે.
વળી આત્મા સ્વપ્રકાશ વડે પ્રકાશિત છે, તે સૂર્યાદિ વડે પ્રકાશતો નથી કે સૂર્યના પ્રકાશમાં આત્મા દેખાય તેવું નથી. એવા આત્માને મૂર્તતા ક્યાંથી સંભવે ?
આત્માશાનાધિકાર : ૩૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org