________________
નયને અંશાદિકની કલ્પના પણ ઈષ્ટ નથી.
ભાવાર્થ: શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ જીવને વિષે કેવળ ભેદરહિતપણું છે. એટલે આત્મામાં જ્ઞાનાદિનો અને અન્ય આત્મામાં અજ્ઞાનનો એવા ભેદ પ્રભેદ ઈષ્ટ કે પ્રમાણભૂત નથી. તે ભેદ વ્યવહારનયના છે. નિશ્ચયનય પૂર્ણ સ્વરૂપને જ સ્વીકારે છે. [७०९] एक आत्मेति सूत्रस्या-प्ययमेवाशयो मतः ।
પ્રોતિષમાનાત્મ-મહું શુદ્ધનયાઃ વસ્તુ ને ૩૨ મૂલાર્થ : “આત્મા એક છે' આ સૂત્રનો પણ અભિપ્રાય ઉપર કહ્યો તે જ માનેલો છે. કારણ કે શુદ્ધનયોએ આત્માને શુદ્ધ જ્યોતિવાળો કહ્યો છે.
ભાવાર્થ : ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે “કાયા આત્મા એક જ છે'' સમગ્ર અસંખ્ય પ્રદેશોએ કરીને કે જ્ઞાનાદિકે કરીને આત્મા એક જ છે, આ અભિપ્રાય પૂર્વાચાર્યોએ પ્રમાણિત કર્યો છે. શુદ્ધ નય ઉત્પાદ-વ્યયનો ત્યાગ કરીને પૂર્ણ વસ્તુને ગ્રહણ કરનારા સંગ્રહ નયના વાદો આત્માને બંધ મોક્ષ રહિત શુદ્ધ જ્યોતિવાળો માને
[७१०] प्रपञ्चसञ्चयक्लिष्टा-न्मायारुपादिभेमि ते ।
प्रसीद भगवन्नात्मन्, शुद्धरूपं प्रकाशय ॥ ३३ ॥ મૂલાર્થ : હે ભગવાન આત્મા ! પ્રપંચના સમૂહથી કિલષ્ટ એવા તારા માયાના સ્વરૂપથી હું ભય પામું છું. માટે તું મારા પર પ્રસન્ન થા, અને તારા શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ કર.
આવા ગૂઢ રહસ્યથી મૂંઝાઈને સાધક આત્માને જ પ્રાર્થના કરે
ભાવાર્થ : હે ભગવાન આત્મા ! કોઈ કહે છે આત્મા શુદ્ધ છે. કોઈ કહે છે. આત્મા અશુદ્ધ છે, કોઈ કહે છે. આત્મા કર્તા છે. કોઈ કહે છે નથી. કોઈ કહે છે આત્મા કર્મના સંગવાળો છે. કોઈ કહે છે આત્મા અસંગ છે. જન્મમરણાદિક પ્રપંચવાળા આ કલેશરૂપ માયાના સ્વરૂપથી કે જે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો
આત્મજ્ઞાનાધિકાર : ૩૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org