________________
અજ્ઞાન અવસ્થામાં જીવને જન્મ મરણાદિ આત્માના જણાય છે. જ્ઞાનીને તે અવસ્થાઓ શુદ્ધ આત્મામાં જણાતી નથી. [૭૦] મધ્યાહે મૃgMાયાં, પ પૂરો થેક્યતે |
તથા સંયોગાનઃ સ, વિશ્રાધ્યાતિવિનવે ૨૬ . મૂલાર્થ : જેમ મધ્યાન્હ સમયે મૃગતૃષ્ણિકાને વિષે જળનું પૂર દેખાય છે, તેમ વિવેકની યથાર્થ જ્ઞાનવાળી પ્રાપ્તિના આવરણને લીધે સંયોગથી ઉત્પન્ન થયેલો સર્ગ (જન્મમરણાદિ) દેખાય છે.
ભાવાર્થ : ગ્રીષ્મઋતુના મધ્યાન્હ કાળે નિર્જળ પૃથ્વીપ્રદેશ ઉપર સૂર્યનાં કિરણોથી તમ ભૂમિ પરના ઉષ્ણ પ્રકાશમાં દૂર રહેલા મનુષ્યોને કે મૃગને જળની ભ્રાંતિ થાય છે, તે વાસ્તવિક નથી. તે જ પ્રમાણે વિવેક, ભેદજ્ઞાન કે યથાર્થ જ્ઞાનના આવરણને કારણે સંયોગથી ઉત્પન્ન થયેલો જીવ અને કર્મનો સંબંધરૂપ સંસાર છે, તેવો ભ્રમ પેદા થાય છે. પણ શુદ્ધ એવા નિષ્ક્રિય જીવથી સંસાર પેદા થતો નથી. વળી એ સંયોગ સત્ય નથી. [૭૭] સ્થિર્વનરાલીના-મંવરે ડવો યથા
તથા સંયોગને સ, વિતાસો વિતાવૃતિઃ | ૨૦ | મૂલાર્થ : જેમ આકાશમાં ગંધર્વનગરાદિકનો આડંબર દેખાય છે, તે મિથ્યા છે, તેમ સંયોગથી ઉત્પન્ન થયેલા સર્વ વિલાસ વ્યર્થ મિથ્યા છે.
ભાવાર્થ : સંધ્યા સમયે આકાશમાં પંચવર્ણ કરી જાણે ગંધર્વનગર ઊભું થયું હોય તેવું જણાય છે, તે વાદળાં અને સૂર્યનાં કિરણોના સંયોગથી થાય છે. વાસ્તવમાં તે ગંધર્વનગર સત્ય નથી. તે પ્રમાણે જીવ અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલો જન્મમરણાદિ સમગ્ર વિલાસ વ્યર્થ આકારવાળો છે વાસ્તવિક નથી. [૭૦૬] તિ શુદ્ધનાયત્ત-સર્વ પ્રાપ્ત માત્માને !
___ अंशादिकल्पनाऽप्यस्य, नेष्टा यत्पूर्णवादिनः ॥ ३१ ॥
મૂલાર્થ : ઉપર પ્રમાણે આત્માને વિષે શુદ્ધ નયને આધીન એવું એકત્વ પ્રાપ્ત થયું છે, કારણ કે પૂર્ણવાદી એવા આ શુદ્ધ દ્રવ્યાર્થિક
૩૫ર : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org