________________
જીવ અને કર્મનો પરસ્પર અસંયોગ થતાં જન્મ મરણાદિનો અસંભવ છે. અર્થાત્ પરસ્પરના સંયોગથી સંસાર ઉત્પન્ન થાય છે. તે સિવાય બીજા કોઈ તત્ત્વથી સંસાર ઉત્પન્ન થતો નથી બંનેના સંયોગથી જ જન્મરણાદિ થાય છે તો પણ ચેતનને વિષે ચેતનની ક્રિયા હોય છે. પણ પુદગલની હોતી નથી. અને સંસારની રચના તો પુદ્ગલરૂપ છે. જીવની હોતી નથી. [૭૦૪] શ્વેતદ્રવ્યવૃત ચૈત્ય, મિત્તિમા જથા યોઃ |
માત્યતિમવિશૂન્ય, પ્રપોપ તથેશ્યતા ર૭ | મૂલાર્થ ? જેમ ભીંતની શ્વેત પદાર્થ વડે કરેલી ઉજ્વળતા તે બંનેને વિષે અંતરભાવ પામ્યા વિના શોભે છે, તેમ પ્રપંચને પણ જાણવો.
ભાવાર્થ : જેમ ઘરની ભીંત પર ચૂના વિગેરે સફેદ પદાર્થ વડે કરેલી સફેદાઈ ચૂના અને ભીંતમાં બંનેમાં ભાસે છે. તે સંયોગ સંબંધ છે, તેમ છતાં ચૂનાની સફેદાઈ ભીંતમાં પેસી જતી નથી. અને ભીંત ચૂનામાં પેસતી નથી. બંને પોતપોતાના સ્વરૂપમાં જ શોભે છે. તે પ્રમાણે આત્મા અને કર્મ અન્યોન્ય અંતર્ભાવ પામતા નથી. પણ બંનેનો સંયોગ છે, એથી જે સંસાર ઉત્પન્ન થવાની ક્રિયા થઈ તે તો માત્ર કર્મની છે, જેમ સફેદાઈ માત્ર ચૂનાની છે. આથી સંસાર ઉત્પન્ન થવાની ક્રિયા આત્માની નથી. [૭૦] યથા અનાવવુોડર્થો, વિવુ ન દૃશ્યતે |
व्यवहारमतः सर्गो, ज्ञानिना न तथेक्ष्यते ॥ २८ ॥ મૂલાર્થ : જેમ સ્વપ્નમાં જાણેલો પદાર્થ જાગ્યા પછી દેખાતો નથી. તેમ વ્યવહાર માનેલો જન્મમરણાદિ સર્ગ જ્ઞાની વડે દેખાતો નથી. - ભાવાર્થ : જેમ સ્વપ્નમાં જોયેલો પદાર્થ જાગૃત થતા મિથ્યા કરે છે, તે દેખાતો નથી. તેમ વ્યવહાર દષ્ટિએ જે જન્મ મરણાદિ સંસાર આત્મામાં દેખાય છે, તે નિશ્ચયદષ્ટિ અર્થાત્ જેની તત્ત્વદેષ્ટિ છે તેને શુદ્ધ આત્માને વિષે જન્મમરણાદિ જણાતા નથી. અર્થાત્
આત્મજ્ઞાનાધિકાર : ૩૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org