________________
તે પર્યાયો કોના કહેવાય ?
મૂલાર્થ : તે પર્યાયો કર્મના જ છે. પણ શુદ્ધ સાક્ષીરૂપ આત્માના નથી. કારણ કે કર્મ એ ક્રિયાના સ્વભાવવાળું છે. અને આત્મા તો અજન્મા સ્વભાવવાળો છે.
ભાવાર્થ : હે ભવ્યાત્મા ! આ પળે પળે પલટાતા રાગાદિભાવો, નર-નારકાદિ અવસ્થાઓનો આત્મા તો કેવળ સાક્ષી છે. આત્મજ્ઞાન
સ્વરૂપ હોવાથી, તે જ્ઞાનનો ઉપયોગ સનાતન સ્ફૂરિત હોવાથી આ સર્વ પર્યાયરૂપ શેયો તેના ઉપયોગમાં પ્રતિબિંબિત થાય છે. તેથી તે પર્યાયો આત્માના નથી. કેમ કે કર્મનો સ્વભાવ જુદી અવસ્થાઓને ઉત્પન્ન કરવાનો છે, જેમ કે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓ, રાગાદિ વિભાવો અને આત્મા તો એવી કોઈ અવસ્થા કે ક્રિયાને જન્મ આપવાવાળો છે નહીં, આત્મા અજન્મા અને અમરણા ધર્મવાળો છે.
કર્મના સ્વભાવથી ઉત્પન્ન થયેલા પર્યાયો કર્મના જ છે. તે શુદ્ધ કર્મરહિત અને સાક્ષીભૂત એવા જીવના નથી.
[ ७०३] नाणूनां कर्मणो वाऽसौ भवसर्गः स्वभावजः । एकैकविरहे ऽभावान्न च तत्त्वान्तरं स्थितम् ॥ २६ ॥ મૂલાર્થ : આ ભવની રચના કેવળ કર્મપરમાણુઓના સ્વભાવથી ઉત્પન્ન થયેલી નથી. તેમજ કેવળ જીવના સ્વભાવથી પણ ઉત્પન્ન થયેલી નથી, પરંતુ બંનેના નિજ-સ્વભાવથી ઉત્પન્ન થયેલી છે. કેમ કે બેમાંથી એકનો વિરહ હોય તો તે સંસારનો અભાવ છે. તથા બીજા કોઈ તત્ત્વથી પણ તે સંસારની સ્થિતિ નથી.
ભાવાર્થ : આત્માના સંબંધ વિના કેવળ પરમાણુએ કરીને જન્મ શી રીતે થાય ?
સમાધાન : ભાઈ ! આ તો જ્ઞાનીઓએ જોયેલું જગતનું સ્વરૂપ છે કે જન્મ-મરણ ગતિ વિગેરેરૂપ સંસારની રચના કેવળ કર્મોના પરમાણુઓના કારણે નથી. અને તે રીતે સંસારની રચના કેવળ જીવના સ્વભાવથી પણ ઉત્પન્ન થયેલી નથી. પરંતુ બંનેના સ્વતંત્ર સ્વભાવથી જ ઉત્પન્ન થયેલ છે.
Jain Education International
૩૫૦ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org