________________
ભાવાર્થ : સ્યાદ્વાદ દ્વારા જણાતો વ્યવહાર નિત્યાનિત્ય, એકત્વઅનેકત્વ, સૂક્ષ્મ-બાદર, શુદ્ધાશુદ્ધનો છે, શુદ્ધનય અત્યંત શુદ્ધ સત્તાને પ્રહણ કરે છે, તેવો દ્રવ્યાર્થિકનય વાણીનો જે માર્ગ સ્યાદ્વાદ છે, તેના ભેદભેદવાદને સ્વીકારતો નથી. એવા ભેદે કરીને આત્માનું પ્રતિપાદન કરનાર અશુદ્ધ દ્રવ્યાર્થિક નય થકી રક્ષણ કરીને શુદ્ધનય સર્વ આત્માના અભેદરૂપ રત્નને દેખાડે છે. અર્થાત્ કેવળ શુદ્ધ નિશ્ચયનય સર્વે જીવોની એકતા સિદ્ધ કરે છે. [૭૦૦] નૃનારરિપચિયુતરવિનરવઃ
મિર્ઝાતિ નિરુત્વ-માત્મદ્રવ્ય સહાય ! ૨૩ મૂલાર્થ : ઉત્પન્ન થતા અને નાશ પામતા એવા ભિન્ન ભિન્ન મનુષ્ય, નારકી વિગેરે પર્યાયો વડે પણ નિરંતર અન્વયવાળું આત્મદ્રવ્ય એકપણાને છોડ઼તું-તજતું નથી.
ભાવાર્થ : ઉત્પત્તિ અને નાશ ધર્મવાળા પૃથક પૃથફ લક્ષણવાળા મનુષ્ય, તિર્યંચ, નારક કે દેવગતિરૂપ પર્યાયો ભલે આત્માના કહેવાય. પરંતુ ધ્રુવસત્તારૂપ સંબંધવાળું આત્મદ્રવ્ય ચૈતન્યપણાની જાતિના સમાનપણાથી જ્ઞાનાદિના ગુણની એકતાનો ત્યાગ કરતું નથી. [७०१] यथैकं हेमकेपूरकुण्डलादिषु वर्तते ।
नृनारकादिभावेषु तथात्मैको निरञ्जनः॥ २४ ॥ મૂલાર્થ : જેમ એક જ સુવર્ણ નુપૂર અને કુંડળમાં વર્તે છે. તેમ એક જ નિરંજન આત્મા મનુષ્ય અને નારકી વિગેરેના ભાવો વિષે વર્તે છે.
ભાવાર્થ : એક સુવર્ણમાંથી બાજુબંધ અને કુંડળના આકાર બને છે. વળી તેના બીજા આકારો બને તો પણ તેમાં સુવર્ણ સુવર્ણપણે જ રહે છે. તેમ નર નારકાદિ પર્યાયો બદલાવા છતાં નિર્વિકાર આત્મા એ જ રહે છે. તે પર્યાયોના ભેદથી આત્મા નર કે નારકરૂપે બની જતો નથી. આત્મા એક જ સ્વરૂપવાળો રહે છે. [૭૦૨] વર્માતે દિ પર્યાપા નાત્મિનઃ શુદ્ધસાક્ષિાઃ |
कर्म क्रियास्वभावं य-दात्मा त्वजस्वभाववान् ॥ २५ ॥
આત્માણાનાધિકાર : ૩૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org