________________
સ્પર્શદિને ગ્રહણ કરતો નથી, કે તે રૂપે પરિણમતો નથી. [૬૧૭] યથા તેિિરશ્ચન્દ્ર-મધ્યે મતે દ્વિધા ।
અનિશ્ચયતોન્માન-સ્તથાઽત્માનમનેધા || ૨૦ ||
મૂલાર્થ : જેમ નેત્રરોગવાળો મનુષ્ય એક ચંદ્રને પણ બે પ્રકારે જાણે છે. તેમ નિશ્ચયના અજ્ઞાને કરેલા ઉન્માદવાળો પુરુષ એક આત્માને અનેક પ્રકારનો માને છે.
:
ભાવાર્થ : શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આત્માના એકત્વનું નિરૂપણ કરે છે. આકાશમાં ચંદ્ર એક જ છતાં નેત્રરોગવાળો બે ચંદ્રને જુએ છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપને નહીં જાણતો, જ્ઞાનને વિષે યથાર્થ નિશ્ચય થયો નથી તેવો ઉન્માદવાળો પુરુષ આત્મા ચૈતન્ય-લક્ષણે એક છતાં જુદીજુદી અવસ્થાઓના ભેદે તેને અનેક પ્રકારનો માને
.62
[ ६९८ ] यथानुभूयते ह्येके स्वरुपास्तित्वमन्वयात् । सादृश्यास्तित्वमप्येक-मविरुद्धं तथाऽऽत्मनः ॥ २१ ॥
મૂલાર્થ : જેમ અન્વયથી આત્માના સ્વરૂપનું અસ્તિત્વ એક જ અનુભવાય છે, તેમ આત્માનું આ દૃશ્ય અસ્તિત્વ પણ એક જ છે. તેમાં કંઈ વિરોધ નથી.
ભાવાર્થ : વ્યવહારથી પણ આત્માની જુદી જુદી અવસ્થાઓ થવા છતાં આત્મા એનો એ જ રહે છે, દેવરાજની બાલ્ય, કુમાર અને વૃદ્ધાવસ્થાની અવસ્થાઓ બદલાવાથી છતાં દેવરાજ એનો એ જ રહે છે. આ બધી જ અવસ્થામાં આત્માનો સંબંધ હોવાથી સ્વરૂપનું અસ્તિત્વ એક જ અનુભવાય છે. તેમ સર્વ આત્મામાં ચૈતન્યત્વ આત્મત્વનો સંબંધ એક હોવાથી તે બધાયનું અસ્તિત્વ એક જ છે, તેમ કહેવું અદ્ભૂષિત છે.
[६९९] सदसद्वादपिशुनात् सङ्गाप्य व्यवहारतः । दर्शयत्येकतारत्नं सतां शुद्धनयः सृहृत् ॥ २२ ॥
મૂલાર્થ : શુદ્ધ નયરૂપી મિત્ર સ્યાદ્વાદને જણાવનારા વ્યવહારથી રક્ષણ કરીને સત્પુરુષોને એકતારૂપ રત્ન દેખાડે છે.
Jain Education International
૩૪૮ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org