________________
લક્ષણવાળા આત્મામાં ભિન્નતા નથી. [६९५] उपाधिकर्मजो नास्ति व्यवहारस्त्वकर्मणः ।
इत्यागमवचो लुप्त-मात्मवैरुप्यवादिना ॥ १८ ॥ મૂલાર્થ : કર્મ રહિત જીવને ઉપાધિરૂપ કર્મથી ઉત્પન્ન થયેલો વ્યવહાર હોતો નથી. તેથી આત્માને વિપરીતપણે બોલનારા આગમનો લોપ કરે છે.
અહીં તત્ત્વદૃષ્ટિ અર્થાત્ નિશ્ચયર્દષ્ટિથી નિરૂપણ કર્યું છે કે શુદ્ધાત્માને પોતાના સ્વભાવ રહિત કર્મ-જ્ઞાનાવરણાદિ કર્મ વડે અર્થાત્ વિધર્મ વડે જાણવો તેવો વ્યવહાર નથી. તેમ છતાં પણ આત્માને વિપરીતપણે જાણનારા આગમના સિદ્ધાંતનો લોપ કરે છે.
જેઓ આત્મામાં નર-નારક આદિ અનેકતા માને છે, તેઓ આચારાંગ સૂત્રનાં વચનનો લોપ કરે છે. કારણ કે શુદ્ધ આત્માને ઉપાધિરૂપ કર્મથી ઉત્પન્ન થતા દેવ મનુષ્યાદિ વ્યવહાર નથી.
અહીં નિશ્ચયથી નિરૂપણ હોવાથી કર્મરૂપી વ્યવહારનો નિષેધ કર્યો છે. [६९६] एकक्षेत्रस्थितोऽप्येति नाऽऽत्मा कर्मगुणान्वयम् ।
તથા મધ્યસ્વમાવત્વાચ્છો ઘસ્થિતિ / 9 / મૂલાર્થ : એક ક્ષેત્રને વિષે રહ્યા છતાં પણ શુદ્ધ આત્મા ધર્માસ્તિકાયની જેમ કર્મગુણના સંબંધને પામતો નથી. કારણ કે તે પ્રકારે થવાનો તેનો સ્વભાવ નથી.
ભાવાર્થ ચૌદરાજલોકના આકાશ પ્રદેશને વિષે કર્મવર્ગણા હોવા છતાં આકાશ પ્રદેશ કર્મને પ્રહણ કરતા નથી. એ આકાશ વિષે આત્મા રહેલો છે, તે પણ કર્મના સ્પર્શાદિ ગુણને ગ્રહણ કરતો નથી. કારણ કે આત્માનો અથવા કોઈ પણ પદાર્થનો પોતાના રૂપને ત્યાગ કરવાનો સ્વભાવ નથી.
આત્મા ધર્માસ્તિકાયની જેમ સ્વસત્તાના સ્વરૂપવાળો છે. ધર્માસ્તિકાય જીવ-પુદ્ગલને ગતિ સહાયક થવા છતાં તે જીવ કે પુદ્ગલરૂપે પરિણમતો નથી. તે પ્રમાણે કર્મના સંબંધવાળો શુદ્ધાત્મા કર્મના
આત્માજ્ઞાનાધિકાર : ૩૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org