________________
ભાવાર્થ
આરોપ
સારરૂપી ?
આયુષ્ય કર્માદિના પરિણામ (વિપાક) છે. તેવો કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ અવિકારી આત્માને વિષે છે નહીં. [૬૨] મારોથ જેવાં મૈતાં વિવૃતિનાત્મનિ |
भ्रमन्ति भ्रष्टविज्ञाना भीमे संसारसागरे ॥ १६ ॥ મૂલાર્થ: કેવળ કર્મે કરેલા વિકારને આત્મા વિષે આરોપણ કરીને જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા જીવો ભયંકર સંસારરૂપી સાગરને વિષે ભ્રમણ કરે છે.
ભાવાર્થ : કેવળ કર્મે ઉત્પન્ન કરેલા સ્વરૂપના વિપરીત વિકારનું આત્માને વિષે આરોપણ કરીને, આત્માને તેવા પ્રકારનો માનીને ભ્રષ્ટ જ્ઞાનવાળા પ્રાણીઓ સંસારરૂપી સમુદ્રમાં ભ્રમણ કરે છે. (નિશ્ચયનય) ' અર્થાત્ કર્મ અને આત્મા બંને ભિન્ન છે. કર્મના પુદ્ગલો કર્મરૂપે પરિણમે છે, ત્યારે એક ક્ષેત્રે રહેલા કર્મ અને આત્માના સાંયોગિક સંબંધનો અજ્ઞાની જીવ (વ્યવહારનય) તે કર્મોનો આત્મા ઉપર આરોપ કરે છે કે આત્મા કર્મથી બંધાયેલો છે, તે જીવો આત્માના સાચા સ્વરૂપના અજ્ઞાનથી પરિભ્રમણ કરે છે. [६९४] उपाधिभेदजं भेद वेत्त्यज्ञः स्फटिके यथा ।।
___तथा कर्मकृतं भेद-मात्मन्येवाभिमन्यते ॥ १७ ॥
મૂલાર્થ: જેમ મૂર્ખ માણસ ઉપાધિના ભેદથી ઉત્પન્ન થયેલા ભેદને સ્ફટિકને વિષે ભેદરૂપ જાણે છે. તેમ તે કર્મે કરેલા ભેદને આત્માને વિષે માને છે.
ભાવાર્થ : સ્ફટિકનો સ્વધર્મ સ્વચ્છ-સફેદ છે, પરંતુ તેની પાસે પડેલા લાલ-લીલા રંગનાં પુષ્પોને કારણે સ્ફટિકમાં લાલાશ-લીલાશ જણાય છે, અજ્ઞાની તેના ભેદને નહીં જાણતો સ્ફટિકને જ લાલ લીલા માને છે. તે જ પ્રમાણે નિશ્ચયથી સ્વરૂપને નહીં જાણતો અજ્ઞાની પણ કર્મે કરેલા ભેદને જાણે છે, અને નર-નારક, જ્ઞાની-અજ્ઞાની, રાજા-રંક, વિગેરે ભેદ પાડી, તે પ્રમાણે તે વર્તે છે. વિકલ્પ પેદા કરે છે. કર્મની ભિન્નતા ભલે હો પણ ચૈતન્ય
૩૪૬ ઃ અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org