________________
અભિન્ન-અભેદ છે.
પરંતુ વ્યવહારનય વડે કરેલો ભેદ જ્ઞાનીત્વ કે અજ્ઞાનીત્વનો ભેદ કર્મરૂપી આવરણથી ઉત્પન્ન થયેલો છે. [६९०] मन्यते व्यवहारस्तु भूतग्रामादिभेदतः ।
जन्मादेश्च व्यवस्थातो, मिथो नानात्वमात्मनाम् ॥ १३ ॥ મૂલાઈ : વ્યવહારનય પ્રાણી સમૂહના ભેદથી તથા જન્માદિકની વ્યવસ્થાથી આત્માનું પરસ્પર વિવિધપણું માને છે.
ભાવાર્થ વ્યવહારનય પ્રાણીઓના ઇન્દ્રિયના આધાર પર એકેન્દ્રિયાદિ, સામુહિકભેદ ગતિથી ચાર ગતિવાળા જીવો, વેદથી સ્ત્રીપુરુષ આદિ લિંગ, તથા જન્મ મરણના ભેદથી એક જ જીવનું વિવિધપણું માને છે. તે પ્રમાણે એક જ જીવની બાળાદિવયની વિવિધતા માને છે. [६९१] न चैतनिश्चये युक्तं भूतग्रामो यतोऽखिलः ।
नामकर्मप्रकृतिजः स्वभावो नात्मनः पुनः ॥ १४ ॥ મૂલાર્થ : તે જીવોનું વિવિધપણું નિશ્ચયનયને વિષે યુક્ત નથી. કારણ કે સમગ્ર પ્રાણી સમૂહની ભિન્નતા નામકર્મની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ છે. તે કંઈ આત્માનો સ્વભાવ નથી =
ભાવાર્થ : વ્યવહારનયના કથન દ્વારા એક જ જીવનું વિવિધપણું નિશ્ચયનયને ઘટતું નથી. કારણ કે સમગ્ર પ્રકારના ભેદ નામકર્માદિ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. પરંતુ કર્માદિ એ આત્માનો સ્વભાવ નથી, કે આત્માના સ્વરૂપથી તે ભેદ ઉત્પન્ન થયા નથી. અને કર્માદિ તો આત્માનો સ્વભાવ નથી તેથી તે વડે આત્મામાં ભેદ ન પાડી શકાય. આત્મા તો શુદ્ધ જ છે. [६९२] जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मणाम् ।
न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ॥ १५ ॥ મૂલાર્થ : જન્મ વિગેરે ભેદ પણ નિશ્ચયે તો કર્મનો જ પરિણામ છે. અને કર્મવડે કરેલો ભેદ અધિકારી આત્માને વિષે હોતો નથી.
ભાવાર્થ : વળી જન્મ મરણાદિ, જ્ઞાની-અજ્ઞાની સુખી-દુઃખી, વિગેરે એક આત્માના અનેક ભેદ યુક્ત નથી. કેમકે જન્માદિ પણ
આત્મજ્ઞાનાધિકાર : ૩૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org