________________
[૬૭] શુદ્ધ કલાત્મનો પં નિશ્ચયેનાનુભૂયતે |
व्यवहारो भिदाद्वारा-नुभावयति तत्परम् ॥ १० ॥ મૂલાર્થ : આત્માનું જે શુદ્ધ સ્વરૂપ નિશ્ચયનય વડે અનુભવાય છે. તે ઉત્કૃષ્ટ સ્વરૂપનો વ્યવહાર નભેદ દ્વારા અનુભવ કરાવે છે.
ભાવાર્થ : નિશ્ચયનય દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવાય છે, અર્થાત્ “આ સમગ્ર ગુણોવાળો જ આત્મા છે.” તેમ પ્રત્યક્ષ છે. તેને ભેદ દ્વારા વ્યવહારનય અનુભવ કરાવે છે કે આત્મા જ્ઞાનાદિવાળો છે.
નિશ્ચયનય : આત્મા જ્ઞાનાદિમય છે.
વ્યવહારનય : આત્મા જ્ઞાનાદિવાળો છે. [६८८] वस्तुतस्तु गुणानां तद्-रुपं न स्वात्मनः पृथक् ।
आत्मा स्यादन्यथाऽनात्मा ज्ञानाद्यपि जडं भवेत् ॥ ११ ॥ મૂલાર્થ : ખરી રીતે તો તે ગુણોનું સ્વરૂપ આત્માથી ભિન્ન નથી. અન્યથા આત્મા અનાત્મારૂપ થશે. અને જ્ઞાનાદિ પણ જડ થશે.
ભાવાર્થ : વાસ્તવમાં આત્મા પોતાના આધારભૂત સ્વરૂપથી ભિન્ન નથી. આત્મા ગુણરૂપ જ છે. ગુણ ગુણીનો સર્વથા ભેદ કહીએ તો જીવ જડ બની જાય. અને જ્ઞાનાદિ ગુણો પણ જીવથી જુદા પડી જતાં તે જ્ઞાનાદિ પણ જડ થશે. આથી ઈષ્ટનિષ્ટ જાણવાનું પણ બનશે નહીં. [૬૧] ચૈતન્યપર સામાન્ય સર્વેષામેતાગડત્મનામ્ |
निश्चिता, कर्मजनितो भेदः पुनरुपप्लवः ॥ १२ ॥ મૂલાર્થ : નિશ્ચયનય વડે કરીને સર્વે આત્માઓની ચૈતન્યરૂપ મહા - સામાન્યપણાની એકતા છે. પણ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ તેમાં ઉપપ્પવરૂપ છે.
ભાવાર્થ સર્વ આત્માથી આત્માના એકત્વનું નિરૂપણ (નિશ્ચયનય). જેમ આત્મા, જ્ઞાનાદિ પર્યાયોથી અભેદ છે, એકત્વ છે તેમ સમગ્ર વિશ્વમાં જીવો શુદ્ધ સંગ્રહનય વડે અથવા મહાસત્તા વડે ચૈતન્યલક્ષણે
૩૪૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org