________________
જુદાં નથી તેમ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ આત્માનાં લક્ષણો આત્માથી જુદાં નથી.
ભાવાર્થ : ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા જ્ઞાનાદિકની સાથે આત્માની એકતા શી રીતે થાય ? તેનું સમાધાન કરે છે. જેમ રત્નની ચમક, તેની નિર્મળતા, જવાહરણ કે વિષહરણ જેવી શક્તિ રત્નથી જુદી નથી. તેમ આત્માથી તેનું જ્ઞાન, દર્શન કે ચારિત્ર ભિન્ન નથી. ગુણ અને ગુણીનો અભેદ સંબંધ છે. [૬૬] માત્મનો તલનાં ૨ વ્યવહારો દિ મિત્રતા |
षष्ट्यादिव्यपदेशेन मन्यते न तु निश्चयः ॥ ८ ॥ મૂલાર્થ : વ્યવહારનય દૃષ્ટિ વિગેરે વિભક્તિના વ્યપદેશ કરીને આત્માની તેનાં લક્ષણોની ભિન્નતા માને છે, પણ નિશ્ચય નય તેમ માનતો નથી.
ભાવાર્થ: આત્મા અને તેનાં જ્ઞાનાદિ લક્ષણો વ્યવહારનય છઠ્ઠી. વિભક્તિના પ્રયોગ વડે ભિન્ન બતાવે છે. અર્થાત્ છઠ્ઠી વિભક્તિ પ્રમાણે એમ બોલાય કે “આત્માનું જ્ઞાન. પુષ્પની ગંધ. સૂર્યનો પ્રકાશ.” વિગેરે. પરંતુ નિશ્ચયનય એમ છઠ્ઠી વિભક્તિના પ્રયોગ આત્માનું જ્ઞાન વિગેરે નહીં કહેતા આત્મા જ જ્ઞાન, આત્મા જ દર્શન એમ કહે છે. | [] ઘટય મિત્રત્ર ૨થા મેતો વિહત્યનઃ |
વાત્મન% ગુણાનાં ૨ તથા મેવો જ તાતિવઃ | 8 || મૂલાર્થ: જેમ ઘટનું રૂપ છે, એ ઠેકાણે ઘટને રૂપનો ભેદ વિકલ્પથી ઉત્પન્ન થયેલો છે. તે જ પ્રકારે આત્માના ગુણો એ ઠેકાણે પણ વિકલ્પથી જ ભેદ ઉત્પન્ન થાય છે. પણ તે તાત્ત્વિક નથી. - ભાવાર્થ ઉપરના જ દૃષ્ટાંતે ઘડાનું રૂપ એ પ્રયોગ વ્યવહારનયનો છે. પરંતુ નિશ્ચયનયથી ઘડો અને રૂપ અભેદ છે. તે પ્રમાણે આત્મા અને તેનું જ્ઞાન એમ કહેવું તે તાત્ત્વિક નથી. આત્મા જ જ્ઞાન છે. આત્મા જ જ્ઞાનસ્વરૂપ છે.
આત્માજ્ઞાનાધિકાર : ૩૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org