________________
આ આત્મનિશ્ચયનો અધિકાર નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મસ્વરૂપની વિચારણાનો છે.
નિશ્ચયનય દર્શાવે છે કે આત્મા જ્ઞાનાદિ સ્વગુણથી અભિન્ન છે. (એક જ છે) અને સર્વ આત્માઓ ચૈતન્ય લક્ષણે પણ અભિન્ન છે. (એક જ છે) પુણ્ય પાપાદિથી ભિન્ન છે. પર્યાયોથી ભિન્ન છે તેથી આત્માઓમાં પરસ્પર ભેદ છે તેમ માને છે.
વ્યવહારનય આત્માને જ્ઞાનાદિ ગુણોની તરતમતાથી તથા સ્ત્રી-પુરુષ આદિ પર્યાયોથી ભિન્નરૂપે માને છે. તેથી આત્માઓનો પરસ્પર ભેદ છે તેમ માને છે. વળી આત્મા દેહકર્મ, પુણ્ય અને પાપથી કેવળ જુદો નથી, પણ તેનો સાંયોગિક સંબંધ છે. - ટૂંકમાં વ્યવહારનયે જ્યાં અભેદ છે. ત્યાં નિશ્ચયનયે ભેદ માન્યો છે. [૬૨] પર વ દિ તત્રાત્મા સ્વમવસમવસ્થિતઃ |
જ્ઞાનદર્શનવારિત્ર-નક્ષનઃ પ્રતિપતિઃ || ૬ || મૂલાર્થ : તેમાં સ્વભાવમાં રહેલો અને જ્ઞાન દર્શન ચારિત્ર લક્ષણવાળો આત્મા એક જ પ્રતિપાદન કરેલો છે.
ભાવાર્થ : આત્મા બીજા હેતુની અપેક્ષા રહિત, પોતાના સહજ સ્વભાવે કરીને રહેલો છે, તે જ્ઞાન એટલે વસ્તુના વિશેષને ગ્રહણ કરનારો બોધ. દર્શન એટલે વસ્તુના સામાન્યને ગ્રહણ કરનારો બોધ, અને ચારિત્ર એટલે સ્વભાવને વિષે સ્થિરતા. આવા જ્ઞાન દર્શન, ચારિત્રરૂપી જેનાં લક્ષણ છે, તેવો આત્મા પોતાના ગુણના જ આધારે છે.
જીવો માત્ર ચૈતન્યની જાતિવડે ભેદરહિત એક જ સ્વરૂપવાળા છે. આથી સ્વગુણના આધારવાળા એ ચૈતન્યના લક્ષણવાળા આત્માની એકતા જાણવી. સત્તાગત એકતા નથી. [૬૪] પ્રમાનર્મચશવત્તીનાં કથા રત્નાત્ર મિત્રતા !
ज्ञानदर्शनचारित्र-लक्षणानां तथात्मनः ॥ ७ ॥ મૂલાર્થ : જેમ રત્નની ક્રાંતિ, નિર્મળતા અને શક્તિ રત્નથી
૩૪૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org