________________
હોવા છતાં જાણવા જોઈએ. જેથી આત્માની અસંગદશાનો બોધ થાય.
[૬૬૧] શ્રુતો હ્યાત્મપરામેવોડનુભૂતઃ સંસ્તુતોઽપિવા । निसर्गादुपदेशाद्वा वेत्ति भेदं तु कश्चन ॥ ४ ॥
મૂલાર્થ : આત્મા તથા અનાત્માનો ભેદ સાંભળ્યો છે. અનુભવ્યો છે, અથવા પરિચયમાં આવ્યો છે, પરંતુ કોઈ જ પુરુષ નિસર્ગથી કે ઉપદેશથી તેના ભેદને જાણે છે.
ભાવાર્થ : અનાદિકાળથી પ્રાણીએ, (જીવે) અજ્ઞાનવશ જીવ અને અજીવાદિકની ઐક્યતા સાંભળી છે, જાણી છે, અનુભવી છે. એટલે આ જીવ અને દેહ એકરૂપ લાગે છે, તેથી તેની ક્રિયા પણ તેમજ થાય છે, વાસ્તવમાં જીવ અને દેહ અજ્ઞાનવશ બુદ્ધિ વડે એકરૂપે ભાસે છે. પરંતુ બંનેનું ઐક્ય છે નહીં.
પરંતુ દેહ અને જીવ ભિન્ન જ છે, તેવું જ્ઞાન કોઈ પુરુષને પૂર્વ સંસ્કારના બળે નિસર્ગથી (સ્વાભાવિકપણે) કે ગુરુના ઉપદેશથી સમજાય છે કે જીવના જન્મ, મરણ દુઃખ કે શોકાદિ તે તો દેહનો સાંયોગિક સંબંધ છે, તે જીવના નથી પણ જીવ જ્ઞાનસ્વરૂપ હોવાથી તે સર્વ શેયપણે જીવના જ્ઞાનમાં જણાય છે.
[૬૬૨] તરેષ્ઠત્વપૃથાયા-માત્મજ્ઞાનું હિતાવમ્ । वृथैवाऽभिनिविष्टाना-मन्यथा धीर्विऽम्बना ॥ ५ ॥
મૂલાર્થ : તેથી કરીને એકત્વ અને પૃથક્વે કરીને આત્મજ્ઞાન હિતકારક છે. અને કદાગ્રહવાળાની તેથી ઊલટી બુદ્ધિ મિથ્યા અને વિડંબનારૂપ છે.
ભાવાર્થ : આત્મસ્વરૂપનો નિર્ણય કરવા નિશ્ચયદૃષ્ટિ (તત્ત્વદૃષ્ટિ) જ અભિપ્રેત છે. છતાં આત્માનું સર્વ પદાર્થો સાથે એકત્વ અને પૃથક્સ્ડ (જુદાપણું) કેમ છે તે જાણવું હિતાવહ છે, કેવળ એકાંતવાદથી કદાગ્રહમાં જવું તે બુદ્ધિથી વિપરીતતા છે. બંને પદાર્થોમાં કેવળ એકત્વ પણ અને પૃથક્ક્સ પણ નથી, તેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે.
Jain Education International
આત્માશાનાધિકાર : ૩૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org