________________
ભાવાર્થ ઃ પૂર્વે ધર્મધ્યાન અને શુકલધ્યાન કહેવામાં આવ્યું હતું. તે ધ્યાન આત્મજ્ઞાનને આપનારું છે. ધ્યાન એ નિર્ણય કરેલા જીવ સ્વભાવના બોધરૂપી ફળવાળું છે. આત્મજ્ઞાન, આત્મસ્વરૂપનો બોધ જીવને મુક્તિદાતા છે. તેથી ઉત્તમ સાધકોએ આત્મજ્ઞાનને માટે સર્વદા પ્રયત્નશીલ રહેવું. [૭૧] તે હાડમતિ નો મૂળ જ્ઞાતિવ્યવશિષ્યતે |
अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥ २ ॥ મૂલાર્થ : આત્માને જાણ્યા પછી બીજું કંઈ જાણવા યોગ્ય રહેતું નથી. અને જો આત્માને જાણ્યો નથી તો પછી બીજું સર્વજ્ઞાન વ્યર્થ છે. | ભાવાર્થ : તીર્થંકર ભગવાને આત્માનું જેવું સ્વરૂપ કહ્યું છે, તેવું નિશ્ચિત સ્વરૂપ જાણવાથી, પછી જગતમાં કંઈ જાણવાનું રહેતું નથી. કારણ કે સર્વ પદાર્થનું જ્ઞાન થવાથી સમગ્ર શેય (જાણવા લાયક) પદાર્થો જ્ઞાત (જાણેલા) રહે છે. તેનો જ્ઞાતા જે આત્મા તેને જો જાણ્યો નથી તો આત્મજ્ઞાન વિનાનું સર્વ જ્ઞાન નિષ્ફળ પંડિતાઈ છે. કારણ કે વિશ્વમાં જાણવા યોગ્ય પદાર્થ તો કેવળ આત્મા જ છે. અન્ય પદાર્થો જાણવાનું પ્રયોજન પણ આત્માને જાણવા માટે
[૬૦] નવાનામપિ તરવાનાં જ્ઞાનમાત્મપ્રસિદ્ધવે |
येनाऽजीवादयो भावाः स्वभेदप्रतियोगिनः ॥ ३ ॥ મૂલાર્થ : નવ તત્ત્વોનું જ્ઞાન આત્માની સિદ્ધિ માટે જ છે, કારણ કે અજીવાદિક પદાર્થો આત્મભેદના પ્રતિયોગી છે.
ભાવાર્થ : જીવાદિ નવતત્ત્વોનું જ્ઞાન પણ આત્માને યોગ્ય રીતે જાણવા માટે છે. નવતત્ત્વો અને તેના ભેદ-પ્રભેદ સ્વરૂપના નિશ્ચય અને બોધ માટે છે. એ તત્ત્વોનું નિર્ધારિત સ્વરૂપ જાણીને જીવને તેનાથી જુદો જાણવાનો છે. જીવ એ ધર્માસ્તિકાય વિગેરેની જેમ અજીવ નથી. વળી પુણ્યપાપ આદિ પણ જીવના પ્રતિયોગી છે. તે પરભાવે-અભાવે કરીને સંબંધવાળા છે. તે શુધ્ધાત્માને અભાવરૂપ
૩૪૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org