________________
વૈરાગ્યમાં જ સ્થાપન કરે છે. વૈરાગ્યના બળે શુદ્ધાત્માનું સ્મરણ કરી, શુદ્ધ પરિણતિ દ્વારા આત્માનંદને માણે છે.
જમીનમાંથી ફૂટેલા વૃક્ષના અંકૂરો વર્ષાના જળથી વૃદ્ધિ પામે છે. તેમ સાધક શુદ્ધ આત્મસ્વરૂપના યાન દ્વારા રત્નત્રયરૂપ બીજની-ધર્મની વૃદ્ધિ કરી નિરાબાધ સુખને આસ્વાદે છે. તેવા આત્મસ્વરૂપ પુરુષોને ચક્રવર્તીનાં સુખ પણ તુચ્છ લાગે છે.
આત્મનિશ્ચય દ્વારા પોતાના જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાં મનને - ઉપયોગને એકાગ્ર કરી, શુદ્ધાત્મસ્વરૂપના જ ધ્યાનમાં નિશ્ચળ થઈ, તે ધ્યાનરૂપ અગ્નિથી સર્વ કર્મનો ક્ષય કરી જ્ઞાની પુરુષો, ઉત્તમ સાધકો મોક્ષ પામ્યા છે. પામે છે, અને પામશે. તે સિવાય બીજો ઉપાય નથી માટે મોક્ષાકાંક્ષી સાધકે શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાન વડે ધ્યાન કરવું. જે વડે રાગાદિ સંલેશ શીવ્રતાથી નાશ પામે. આત્મજ્ઞાન એ જ માત્ર મુક્તિનો ઉપાય છે. પ્રબંધ દો
અધિકાર ૧૮મો. આત્માજ્ઞાનાધિકાર
(આત્મનિશ્ચય) આ આત્મજ્ઞાનાધિકારનો વિષય મુખ્યત્વે દિગંબરીય શાસ્ત્રો સમયસાર, પ્રવચનસાર વિગેરે ગ્રંથોના શ્લોકોના આધારે, સવિશેષ શુદ્ધનિશ્ચય નયના આધારે લીધો છે. અને તેમાં અન્ય નયોથી સમાધાન આપ્યું છે. દ્રવ્યાર્થિકનયને માનનાર શુદ્ધનિશ્ચયનય છે, પર્યાયાર્થિકનયને માનનાર અશુદ્ધ નિશ્ચય નય છે. તેની સ્પષ્ટતા કરી છે. [૭૪] ગાત્મજ્ઞાન નં ધ્યાન-માત્મજ્ઞાન મુક્તિ !
आत्मज्ञानाय तनित्यं यत्नः कार्यो महात्मना મૂલાર્થ : ધ્યાનનું ફળ આત્મજ્ઞાન છે, તે આત્મજ્ઞાન મુક્તિને આપનારું છે. તેથી કરીને આત્મજ્ઞાનને માટે મહાત્માએ નિરંતર પ્રયત્ન કરવો.
આત્મજ્ઞાાધિકાર : ૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org