________________
સંયોગ દૂર થવાથી શુદ્ધપણે પ્રગટ થાય છે. આ રીતે પ્રથમ આત્માનો નિશ્ચય કરવો.
આત્મસન્મુખ થયેલી ભાવના, શ્રદ્ધા અને નિશ્ચય જીવને પોતાના ચિદાનંદ સ્વરૂપની અનુભૂતિમાં સ્થિર કરે છે. ત્યારે સર્વ નયવાદ કે સાધનાકાળના વિકલ્પો શમી જાય છે. ત્યાં સુધી નિર્મળ બુદ્ધિવાળા સાધકો જે કંઈ ક્રિયા કરે છે તે શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનને માટે હોય છે, અને આત્મસ્વરૂપની સિદ્ધિ થતાં તે સર્વ વિકલ્પો શમી જાય છે. તે સાધકો આત્મસ્વરૂપના પરમસુખને આસ્વાદે છે. ત્યારે તેમને દ્રવ્ય ક્ષેત્ર, કાળ, કે ભાવનો કોઈ પ્રતિબંધ રહેલો નથી. તે કેવળ જ્ઞાતા – દૃષ્ટા રહે છે.
શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે પ્રથમ મોહરાજાનો પરાજય કરવો જરૂરી છે, ભાઈ ! મોહને અને મોક્ષને કે જે લક્ષણથી તદન ભિન્ન છે. તેનો મેળ કેવી રીતે બને ? વળી મોહના જ સાથીઓ અહંકાર અને માયાનો ત્યાગ કર્યા વગર આ શુદ્ધાત્માની સન્મુખ થવાનું પણ કેવી રીતે બને ? જેણે મોહ આદિનો ત્યાગ કર્યો છે તેવા વિરલ જીવો જ આત્મજ્ઞાનનો અધિકાર પામ્યા છે. એક માન અને બે તલવાર ? અસંભવ, અસંભવ.
આવા શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય સમ્યગ્દર્શનાદિ રત્નત્રય છે. તે માટે ચિત્તની સરળતા, ઉપયોગની શુદ્ધિ, સદ્ગુરુનો ઉપદેશ જરૂરી છે. તે માટે આત્માનું લક્ષ કરી અશુભવૃત્તિ, ભાવ કે ધારાને ત્યજી, શુભધારા તરફ ઉપયોગને વાળવો અને શુદ્ધ લક્ષ, આત્મનિશ્ચય દઢ કરવો. અશુભ ધારામાં આત્મનિશ્ચય પ્રાયે થતો નથી અને બળ પણ પ્રવર્તતું નથી. પરંતુ શુભધારા સમયે શુદ્ધનું લક્ષ દૃઢ થતાં રાગદ્વેષ, મોહ અહંકાર, માયા જેવા દુર્ગાનના નિમિત્તોની અલ્પતા થતાં ઉપયોગની વિશુદ્ધિ થાય છે.
ઉપયોગની વિશુદ્ધિ થતાં સાધક, યોગી કે અધ્યાત્મી કંઈ પણ બાહ્ય કાર્યોને ગ્રહણ કરતા નથી, તેમાં મનને સ્થાપતા નથી. કંઈ પણ કાર્ય કરવું પડે તો સાક્ષીભાવે કરે છે. અને ચિત્તને તો
૩૩૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org