________________
પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેમાય વળી તેવા શાસ્ત્રો પ્રત્યે રુચિ કે પ્રીતિ થવી તેમાં જ વૃત્તિનું સ્થાપન થવું તો એથી પણ દુર્લભ
આગળ વધીને વિચારીશું તો શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવી અને એ અનુભવ દ્વારા ઉપદેશના દાતા મળવા એથી પણ દુર્લભ
હે આત્મન ! જો તારી સાચી જિજ્ઞાસા હશે તો આ કાળમાં દુર્લભ છતાં એવા નિમિત્તો મળી જશે. ત્યારે તું તારું મુખ ફેરવી ન દેતો, પણ એ નિમિત્તોને વળગી જ પડજે. જેથી કરીને તું સ્વયં આત્મસ્વરૂપને પ્રાપ્ત કરીશ. ત્યારે તું એમ માનજે સર્વ જપ, તપ, ક્રિયા અનુષ્ઠાન એક આત્મસિદ્ધિ થવા માટે છે. અધ્યાત્મગ્રંથો કે આગમની અનંત ભેદથી ભરેલી રહસ્યવાણી એક માત્ર આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જ છે.
જ્ઞાનીના બોધવચનો શુદ્ધાત્માના લક્ષવાળાં હોય છે. કરુણાશીલ એવા સત્પુરુષોએ જગતના કલ્યાણ માટે ગ્રંથોની ગૂંથણી કરી છે. તેમાંથી તત્ત્વનો સાર પામીને તું એક માત્ર શુદ્ધાત્મા પ્રત્યે રુચિ અને પ્રીતિ કરજે. જ્ઞાનીજનોના બોધવચનોનું ચિંતન મનન કરવા અધ્યાત્મગ્રંથોનું સેવન કરજે. આત્માદિ તત્ત્વોનાં ગૂઢ રહસ્યો પામવા નયોના ભેદ જાણવા ગુરુગમનો તેમની આજ્ઞાનો આધાર અત્યંત આવશ્યક છે.
અધ્યાત્મશાસ્ત્ર શાંતરસનું પ્રતિપાદન કરનારા છે. તેનું અનુશીલન પરમપદની પ્રાપ્તિ માટે ઉપકારી છે. માટે ગુરુકૃપા વડે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન, સમ્યગ્રચારિત્રાદિ ગુણોવાળો શુદ્ધાત્મા અનંત ગુણોથી પરિપૂર્ણ છે, પોતાના ચૈતન્યસ્વરૂપ સિવાય અન્ય પદાર્થો માત્રથી ભિન્ન છે, તે સમજાય છે.
સુવર્ણ અને માટીના સંયોગની જેમ ભલે આત્મા અનાદિથી કર્મસંયોગવાળો કહેવાય, પરંતુ સુવર્ણ માટીથી જુદું પડે છે, ત્યારે તેમાં તિરોહિત થયેલી શુદ્ધતા પ્રગટ થાય છે. તેમ આત્મા કર્મમળનો
આત્માશાનાધિકાર : ૩૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org