________________
સંસાર અપેક્ષાએ પુણ્ય અને પાપનો ભેદ છે. પરમાર્થ અપેક્ષાએ પુણ્ય અને પાપ બંને આશ્રવ છે. બંધનો હેતુ છે. અશુભથી દૂર થવા શુભાશ્રવનું પ્રયોજન કહ્યું છે, પણ તે ધર્મરૂપ નથી. કારણ કે શુભાશુભ ભાવનો છેદ થતાં ફક્ત શુદ્ધ સ્વભાવથી જ નિર્જરારૂપ ધર્મ થાય છે. શુભકર્મના યોગમાં જીવને કથંચિત ધર્મભાવના વૃદ્ધિ પામે તેવા સાધનોનું નિમિત્ત મળે છે. પરંતુ તે ધર્મરૂપ નથી. - વાસ્તવમાં સમ્યકત્વની પ્રાપ્તિ પછી આશ્રવ રોકાય છે. સમક્તિવંતને શુભભાવ થાય છે. ભક્તિ આદિના શુભરાગ થાય છે, પરંતુ તેમનું શ્રદ્ધાન તો શુદ્ધ પરિણતિ પ્રત્યે છે. આથી સમક્તિવંતને અંશે અંશે પણ આશ્રવ બંધનો અભાવ વર્તે છે. અને મિથ્યામતિને તો શુભાશુભભાવનું પરિણમન હોવાથી રાગાદિનો અભાવ થતો નથી.
સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી તેના નિર્મળત્વ માટે શુદ્ધ ચારિત્રની આવશ્યકતા છે, તે શુદ્ધિ આશ્રવ નિરોધથી થાય છે. અર્થાત્ ધર્મની શરૂઆત ભાવ સંવર ધર્મથી થાય છે જે જ્ઞાનાદિભાવો છે.
વાસ્તવમાં રાગાદિ કલેશજનિત ભાવો એ જ સંસાર છે, તેનાથી મુક્ત થવું તે મોક્ષ છે. ચિત્તની સમસ્થિતિ મોક્ષને પ્રયોજનભૂત છે. આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ છે.
આત્માનું ઐશ્વર્ય પ્રગટ થવા દીવે દીવો પ્રગટે તેમ પ્રગટ આત્માસ્વરૂપને પ્રાપ્ત જ્ઞાની પુરુષોનું ચિત્તમાં ધ્યાન કરવું. યોગીઓ તેમની અપૂર્વ આત્માનુભૂતિના અચિંત્ય એવા આત્મ ઐશ્વર્યને હૃદયમાં સ્થાપન કરે છે, અને ક્રમે કરીને તેમના જેવું ઐશ્વર્ય પામે છે. માટે દરેક સાધકે પોતાના મનમંદિરમાં પરમસ્વરૂપમય જ્ઞાનીજનોનું ધ્યાન કરવું. જેથી પરમાત્મદશારૂપ નિર્મળ સહજસ્વરૂપને, પરમસુખને પામીને કૃતકૃત્ય થવાય છે.
આ પંચમકાળમાં સમસ્ત સૃષ્ટિમાં શોધવા છતાં શુદ્ધ સહજ સ્વરૂપ એવા પરમાત્મપદમાં કે સ્વયં શુદ્ધાત્મામાં શ્રદ્ધા કરાવે તેવાં નિમિત્તો મળવાં દુર્લભ છે.
વળી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયો દર્શાવનાર અધ્યાત્મગ્રંથોની
૩૩૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org