________________
લક્ષ્યથી આગળ વધવું. જેમ જેમ આત્મભાવના ગહન બનશે તેમ તેમ ઉપયોગની શુદ્ધિ થશે. અને એ જ શુદ્ધ ઉપયોગ દ્વારા સાધક આત્મજ્ઞાનને પ્રગટ કરી મોક્ષસ્વરૂપને પ્રાપ્ત કરશે.
આ કારણથી ગ્રંથકારે આત્માને શુભાશુભ આશ્રવથી મુક્ત માન્યો છે. અશુભ એ પાપજનિત આશ્રવ છે. અને શુભ તે પુણ્યજનિત આશ્રવ છે. બંને કર્મોને આવવાના દ્વાર છે. તેથી બંને ત્યજવા યોગ્ય છે. જોકે અશુભ પરિણામથી દૂર થવા શુભ પરિણામ સાધનાકાળમાં હોય છે. પરંતુ તે ધર્મરૂપ કે નિર્જરારૂપ નથી. સાધનામાં નિમિત્તમાત્રથી સહાયક છે.
વળી સંવર અને નિર્જરા પણ શુભ અધ્યવસાય છે, પરંતુ તે આત્મશક્તિરૂપ હોવાથી દ્રવ્ય સંવરથી અને નિર્જરાથી દ્રવ્ય કર્મોનું રોકાવું અને નષ્ટ થવું બને છે. જ્યારે આત્માના ભાવસંવર કે ભાવનિર્જરારૂપ શુદ્ધ ઉપયોગ દ્વારા ભાવકર્મો રોકાય છે કે નષ્ટ થાય છે. નિશ્ચયથી આત્મામાં જે જ્ઞાનાદિભાવો ઉત્પન્ન થાય છે તે સંવર કે નિર્જરા છે.
જેમ કે સરાગચારિત્ર ગમે તેવું ઊંચું હોય તો પણ તે શુભ કર્મનો બંધ કરાવે છે, પણ મોક્ષનો હેતુ બનતું નથી. કેવળ વીતરાગ ચારિત્ર જ મોક્ષનો હેતુ બને છે. તે જ રીતે શુદ્ધજ્ઞાન યુક્ત તપ જ આત્મશક્તિરૂપ છે અને તે નિર્જરા છે.
વ્યવહારનયની અપેક્ષાએ “પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે.” આવા પરિણામભેદથી બંને આશ્રવ છતાં ફરક પડે છે. વળી સમ્યક્ત્વ રહિત પુણ્યોદયનું પરિણામ દુઃખરૂપે પરિણમતું હોવાથી પુણ્ય પણ દુઃખરૂપ મનાયું છે. હીનપુણ્ય બલિના બકરા જેવું છે. પ્રથમ ખાવાનું સુખ મળ્યું પરંતુ બલિ થવાનું દુઃખ ઊભું છે. આશ્રવનો આવો ભેદ ન જાણવાથી જીવ ક્રોધ સમયે પોતાને ક્રોધી માની વિગેરે માને છે. પરંતુ તે એ સમયની વિકારી અવસ્થા છે તે જાણી આશ્રવથી ભિન્ન થાય તો આશ્રવનો નિરોધ થાય. આશ્રવ દુઃખનું કારણ છે એમ ન જાણે તો તેનો અભાવ પણ નહિ થાય.
આત્માજ્ઞાનાધિકાર : ૩૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org