________________
જ આમોનાધિકારો પ્રોત
(આત્મનિશ્ચય) આત્મજ્ઞાનાધિકારમાં ગ્રંથકારે અધ્યાત્મનો સર્વતોમુખી સાર બતાવ્યો છે. દુઃખરૂપ ચાર ગતિનું પરિભ્રમણ સમાપ્ત કરવાનો ઉપાય. કલેશરૂપ વ્યવહારોથી મુક્ત થવાનો, ભય અને ચિંતા રહિત થવાનો, જન્મમરણના ત્રાસથી વિરામ પામવાનો, એક માત્ર ઉપાય આત્મજ્ઞાન
વાસ્તવમાં આત્મા અને જ્ઞાન અભિન્ન છે. અર્થાત્ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. સકળ સૃષ્ટિ એ આત્મજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. પરંતુ જ્ઞાનમાં વિપરીતપણું હોવાથી પ્રતિબિંબિત થયેલા પદાર્થોમાં જીવને મારાપણાના પરિણામ થવાથી તે સદાય બાહ્ય પદાર્થોને જાણે છે, ત્યારે સ્વયં સ્વને જાણવાનું વિસ્તૃત થાય છે. દશ્યમાન પદાર્થમાં રોકાય છે. તેથી પદાર્થને જાણવા છતાં બધું વ્યર્થ જાય છે.
આથી ગીતાર્થજનોએ સર્વજ્ઞ કથિત જીવાદિ નવતત્ત્વને યથાર્થપણે જાણવા, શ્રદ્ધવા, માટે હેય ઉપાદેય જેવા પ્રકારો જણાવ્યા જેના દ્વારા મુખ્યત્વે આત્મા અને મોક્ષનું સ્વરૂપ જાણવું જરૂરી છે. જેથી આત્મનિશ્ચય થઈ જડથી ભિન્ન એવા સ્વરૂપને આરાધી શકાય.
નિશ્ચયનયથી શુદ્ધ આત્માનું લક્ષ્ય કરી, વર્તમાન અવસ્થામાં રાગાદિ ભાવયુક્ત મલિનતાનો વ્યવહારનયથી સ્વીકાર કરવો. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા શુદ્ધ અને નિત્ય ધર્મવાળો છે." વ્યવહારનયની અપેક્ષાએ કર્માદિ સંયોગ વડે અશુદ્ધ છે. અને જન્મમરણની અપેક્ષાએ અનિત્યનો આરોપ છે.
આત્માની આવી અપેક્ષિત અવસ્થાઓને જાણીને નિશ્ચયથી લક્ષ્ય કરવું. અને સદ્ભુત વ્યવહારથી રત્નત્રયના ગુણો દ્વારા આરાધન કરવું. અશુદ્ધ વ્યવહારરૂપ રાગાદિ ભાવનો ત્યાગ કરવો. પ્રાથમિક ભૂમિકામાં જિનભક્તિ, આવશ્યક્યાદિ ક્રિયાઓ, દાનાદિ જેવા ધર્મોનું સેવન કરી, અશુભ ધારાને છોડવા શુભધારાને ટકાવવી અને શુદ્ધના
૩૩૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org