________________
[૬૭૪] આત્મનો દિપરમાત્મનિયોડĐક, મેવવૃદ્ધિત પુર્વ વિવાવઃ । ध्यानसन्धिकृदमुं व्यपनीय, द्रागभेदमनयोर्वितनोति ॥ ११ ॥
**
મૂલાર્થ : જીવાત્માનો પરમાત્માને વિષે જે પ્રથમ માત્ર ભેદ બુદ્ધિથી કરેલો વિવાદ હતો, તે વિવાદને ધ્યાનરૂપી સંધિકાર દૂર કરીને તત્કાળ તે બંનેનો અભેદ વિસ્તારે છે.
ભાવાર્થ : આત્મા એટલે સંસારી જીવ, અને પરમાત્મા એટલે સિદ્ધ એ બંને વિષે કંઈ ભેદ છે કે નહિ તેનો વિદ્વાનોએ વિવાદ કર્યો હતો. પરંતુ આ ધ્યાનરૂપી સંધિદૂતે તે બંનેનો અભેદ કરી આપ્યો. કે શુદ્ધ આત્મા અને પરમાત્મા અભેદ છે.
[૬૭] વાડમૃતે વિષમૃતે પળિતોજે, કૈંક ક્ષયિવિવિધો ત્રિવિવે વા क्वाऽसरोरतिमतां त्रिदशानां, ध्यान एव तदिदं बुधपेयम् ॥ १२ ॥
મૂલાર્થ : વિષથી ભરેલા નાગલોકને વિષે અમૃત ક્યાંથી હોય ? ક્ષય પામનારા ચંદ્રને વિષે પણ અમૃત ક્યાંથી હોય ? અથવા સ્વર્ગમાં અપ્સરાઓની પ્રીતિવાળા દેવતાઓને પણ અમૃત ક્યાંથી હોય ? પરંતુ પંડિતોને પાન કરવા લાયક એ અમૃત ધ્યાનને વિષે જ રહેલું છે.
ભાવાર્થ : અરે ચેતન ! આ
વિષ અને અમૃત સ્વભાવે જ ભિન્ન છે તેમાં અભિન્નતા ક્યાંથી હોય ?
પાતાળમાં વિષથી ભરેલા નાગલોકમાં અમૃતની પ્રાપ્તિ અસંભવ છે, કૃષ્ણપક્ષમાં પ્રતિદિન હાનિ પામતા ચંદ્રમાં શાશ્વત એવું અમૃત ક્યાંથી હોય ? વળી સ્વર્ગલોકમાં દેવાંગનાના વિલાસ જેવા વિષ-યમાં અમૃત ક્યાંથી હોય ? વળી તેમને મરણ હોવાથી ત્યાં અમૃતની શક્યતા નથી. તો પછી આ અમૃત છે ક્યાં ?
ભાઈ ! એ અમૃત તો ધ્યાનને જ વિષે રહેલું છે. ધ્યાન વડે યોગીને અજન્મા અને અમરપણાની પ્રાપ્તિ થતી હોવાથી અમૃતના ફળની પ્રસિદ્ધિ ત્યાં જ છે.
[૬૬] ગોસ્તનીપુન સિતાસુ સુધાયાં, નાપિ નાપિ વનિતાપવિશ્વે तं रसं कमपि वेत्ति मनस्वी, ध्यानसम्भवधूतौ प्रथते यः ॥ १३ ॥
Jain Education International
૩૩૨
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org