________________
મિત્ર માનેલો છે તેથી જગતને વિષે રહેલા બીજા કૃત્રિમ મિત્રોએ કરીને અમારે શું પ્રયોજન ?
ભાવાર્થ : અનાદિકાળથી પરિભ્રમણને પામતો જીવ પ્રશમરતિની, શાંત પરિણતિની પ્રિયાને વિસરી ગયો હતો તેને ધ્યાનરૂપી મિત્રે સુભગ મિલન કરાવી આપ્યું છે. આથી ધ્યાન સિવાય હવે અમારે અન્ય મિત્રોની જરૂર નથી. [૭૨] વારિતક્ષરવત્તાતપવારે, શીતશતનસુનિવેશે |
उच्छ्रिते प्रशमतल्पनिविष्टो, ध्यानधाम्नि लभते सुखमात्मा॥९॥ મૂલાર્થ ? જેને વિષે કામદેવના સામર્થ્યરૂપી આતપના પ્રચારનો નિષેધ કરાયેલો છે. જેની રચના શીલ વડે શીલ અને સુગંધી છે, તથા જે અત્યંત ઉન્નત છે. એવા ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પ્રશમરૂપી પર્યક પર બેઠેલો આત્મા સુખ પામે છે.
ભાવાર્થ : ધ્યાનને મહેલની ઉપમા આપી જણાવે છે કે આ ધ્યાનરૂપી મહેલને કામદેવનું સામર્થ્ય વિકાર ઉત્પન્ન કરતું નથી, શીલ અને શુદ્ધ આચારવડે શીતળ અને સુવાસિત જેની રચના છે, એવો આ વિશાળ મહેલ છે, તેમાં પ્રથમ રૂપી પલંગ ઉપર ચૈતન્ય મહારાજા બિરાજમાન છે, તે સુખ અને આનંદથી તૃપ્ત છે. [૭૩] શીતવિદ મોરપાન, પ્રતિમાÁસમતામધુપર્શે |
ध्यानधाम्नि भवति स्फुटमात्मा-हूतपूतपरमातिथिपूजा ॥१०॥ મૂલાર્થ : શીલરૂપી આસન, દમરૂપી પાદોદક, પ્રાતિભરૂપી અર્થ, સમતારૂપી મધુપર્કે કરીને ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પ્રગટ રીતે પોતે જ બોલાવેલા, પવિત્ર અને ઉત્તમ અતિથિરૂપ આત્માની પૂજા થાય
એવો અને શુદ્ર આચારનું સામર્થ આપી
ભાવાર્થ : એકનિષ્ઠ બ્રહ્મઅર્થરૂપી સિંહાસન, ઈન્દ્રિય વિષયોના પરિહારરૂપ પવિત્ર પ્રક્ષાલનનું જળ, પ્રાતિજ એટલે કેવળજ્ઞાનને આશ્રયે વર્તતું સહજ મતિજ્ઞાન સમતારૂપ પરિણતિરૂપ મિષ્ટાન્ન ધ્યાનરૂપી પ્રાસાદને વિષે રહેલા છે. તે પ્રાસાદમાં ચેતન્યરૂપ અતિથિની અતિ ઉત્તમ પ્રકારે પૂજા થાય છે.
ધ્યાનસ્તુતિ ઃ ૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org