________________
તેમને તૃણ અને મણિમાં ભેદ નથી. [६६९] स्पष्टदृष्टसुखसम्भृतमिष्टं, ध्यानमस्तु शिवशर्मगरिष्ठम् ।
___नास्तिकस्तु निहतो यदि न स्या-देवमादिनयवाङ्मयदण्डात्॥६॥
મૂલાર્થ : સ્પષ્ટ રીતે જોયેલા સુખથી ભરેલું ઈષ્ટ અને મોક્ષ સુખથી ગરિષ્ઠ એવું ધ્યાન મારે હો. જો આ વિગેરે નયની વાણીમય દંડ લાકડીથી નાસ્તિક હણાયેલા ન હોય તેથી શું ?
ભાવાર્થ : ધ્યાનયોગી કહે છે કે ધ્યાનકાળે મેં આત્માને સાક્ષાત જોયો છે, તેનું પૂર્ણ સુખ મેં અનુભવ્યું છે. તે મોક્ષરૂપ સુખ મને અત્યંત રૂપ્યું છે, તેનું ધ્યાન નિરંતર મને હો.
- નાસ્તિક જે આત્માને માનતા નથી તેને આવી નયથી પ્રમાણિત વાણીનો યોગ મળવા છતાં તે કદાગ્રહ છોડતો નથી. પણ ધ્યાનીને તો પોતાનું કાર્ય સિદ્ધ થયું છે, તેથી તેવા જીવોની ઉપેક્ષા કરવી
રહી.
[૬૭૦] યત્ર નાર્વવિધુતારવતીપ-ડ્યોતિષાં પ્રસરતાનેવાશઃ |
ध्यानभिन्नतमसांमुदितात्म-ज्योतिषां तदपि भाति रहस्यम्॥७॥ મૂલાર્થ : જે રહસ્યને વિષે પ્રસાર પામતા એવા સૂર્ય, ચંદ્ર. તારા અને દીપકની જ્યોતિનો અવકાશ નથી. તેવું પણ રહસ્ય જેનું આત્મરૂપ જ્યોતિ ઉદય પામ્યું છે, તથા જેઓએ અજ્ઞાનરૂપી અંધકારને ધ્યાનવડે ભર્યું છે. એવા મુનિઓનું શોભે છે.
ભાવાર્થ : ધ્યાનયોગમાં આત્મપ્રકાશને ઝીલનારા યોગીનો જે જ્ઞાન પ્રકાશ છે ત્યાં સૂર્ય, ચંદ્ર, તારા કે દીપકનો પ્રકાશ પહોંચી શકતો નથી. જેઓએ ધ્યાન દ્વારા અજ્ઞાનરૂપ અંધકારને ભેદી નાંખ્યો છે, એવા મુનિઓની આત્મપ્રકાશ રૂપ જ્યોતિ સ્વયં શોભાયમાન છે. તેમને અન્ય પ્રકાશની જરૂર નથી. [૭૧] યોગત્યમતનિવિયુવતાં પ્રેયસી શમતિ ત્વરિત યત |
ध्यानमित्रमिदमेव मतं नः, किं परैर्जगति कृत्रिममित्रैः॥८॥ મૂલાર્થ : જે મિત્ર ચિરકાળથી વિયોગ પામેલી શમરતિ નામની પ્રિયાને તત્કાળ મેળવી આપે છે, તે ધ્યાનરૂપી મિત્રને જ અમે
૩૩૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org