________________
સામાન્ય પ્રાણીઓ માટે રાત્રી નિદ્રા માટે છે, તે રાત્રી ધ્યાનીને દિવસની જેમ મહા ઉત્સવમય છે. અને જ્યાં મિથ્યાષ્ટિ વિષયોમાં સદા જાગૃત રહે છે, ત્યાં સંયમી તેનાથી વિમુખ રહે છે. અર્થાત્ મિથ્યાષ્ટિને દિવસે જાગવા છતાં પણ દિવસ રાત્રી જેવો છે. અર્થાત્ સંસારી જીવો જ્યાં જાગે છે ત્યાં ધ્યાની સુખરૂપી નિદ્રામાં સુએ છે. [६६७] सम्प्लुतोदकमिवान्धुजलानां, सर्वतः सकलकमफलानाम् ।
सिद्धिरस्ति खलु यत्र तदुच्चैः, ध्यानमेव भवनाशि भजध्वम् ॥४॥ મૂલાર્થ : જેમ કૂપના જળની સિદ્ધિ સરવાણીના જળવડે છે, તેમ ચોતરફથી સકલ સત્ કર્મના ફળની સિદ્ધિ જેને વિષે રહેલી છે, તે અત્યંત પરમાર્થના કારણરૂપ એક ધ્યાન જ છે.
ભાવાર્થ : જેમ કૂવામાં નિરંતર ઝરતા પાણીના પ્રવાહવડે જળની સિદ્ધિ છે, તેમ નિરંતર શુભ અધ્યવસાય વડે સત્ કર્મના ફળની સિદ્ધિ ધ્યાનના પ્રવાહ વડે છે. પરમપદની પ્રાપ્તિનું મુખ્ય કારણ ધ્યાન જ છે,
ઝરણાના પ્રવાહ રહિત કૂવો સુકાઈ જાય તેમ ધ્યાન વગર સર્વ ક્રિયા શુષ્ક બને છે. [૬૬] વાધ્યતેર દિવષયસમુત્યે , માનસર્નતતપૂનમમિકા
अत्यनिष्टविषयैरपि दुःखै, ध्यानवानिभृतमात्मनि लीनः॥५॥ મૂલાઈ : આત્માને વિષે અત્યંત લીન થયેલો ધ્યાન કષાયથી ઉત્પન્ન થયેલા મનના વિકારો વડે, નમન કરતા ઈન્દ્રાદિકના નમસ્કારથી ઉત્પન્ન થયેલા મનના વિકાર વડે અત્યંત અનિષ્ટ વિષયો વડે તથા દુઃખો વડે પણ બાધા પામતો નથી.
ભાવાર્થ : નિશ્ચળપણે આત્મામાં લીન થયેલો ધ્યાની નિઃસંગ હોવાથી તેને ક્રોધાદિ કષાયોનો અભાવ હોય છે. વળી ઈન્દ્રાદિક કે મોટા રાજાઓ તેમને વંદના કરે તો પણ તેમાં ગર્વ પામતા નથી. અને અત્યંત પ્રતિકૂળતા આવે, કે દુ:ખો પડે તો પણ તેમના અંતર નંદવાતા નથી. વંદક નિંદક પ્રત્યે તેમની સમાનવૃત્તિ છે.
ધ્યાનસ્તુતિ ઃ ૩૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org