________________
મૂલાર્થ : અવધ હોવાથી ઉપસર્ગોથી કંપતા નથી. તથા ભય કે મોહ પામતા નથી. શુકલધ્યાનીનું ત્રીજું વિવેકરૂપી લિંગ હોવાથી સર્વ સંયોગથી જુદો પોતાના આત્માને જુએ છે. વ્યુત્સર્ગ લિંગથી શરીર અને ઉપકરણથી અસંગ હોય છે.
ભાવાર્થ : પૂર્વે કહ્યા તે પ્રમાણે ચાર લિંગથી વિશેષતા શુકલધ્યાની મુનિ હોય છે. [દદરૂ] પ્રતિક્રયાનH શુદ્ધ મા વીજ્ઞયા | यः कुर्यादेतदभ्यासं सम्पूर्णाध्यात्मविद्भवेत् ॥ ८६ ॥
ધ્યાનના અધિકારીનો ઉપસંહાર મૂલાર્થ: આ પ્રમાણે જે યોગી ભગવાનની આજ્ઞાવડે શુદ્ધ બાનના ક્રમને જાણીને તે ધ્યાનનો અભ્યાસ કરે તે સંપૂર્ણ અધ્યાત્મને જાણનારો થાય છે.
ભાવાર્થ : જે કોઈ ધ્યાની જિનાજ્ઞાનુસાર શુદ્ધ નિર્દોષ ધ્યાનના ક્રમને જાણીને અભ્યાસ કરે છે તે અધ્યાત્મ સ્વરૂપનો જ્ઞાતા બને છે. આ અધિકારમાં ચારે ધ્યાનનું નિરૂપણ કરીને જીવને ભાન કરાવવું છે.
આર્ત અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન અને શુકલધ્યાનનું બાવન કરવું. ભૂમિકા પ્રમાણે ધ્યાનના અધિકારનું નિરૂપણ કરેલું છે, તેને જાણીને ધ્યાનમાર્ગની મુખ્યતા કરી સાધના કરનાર ક્રમે કરીને મુક્તિ પામે છે. ધ્યાન વિમુખ મુક્તિથી પણ વિમુખ રહે
ધ્યાન અધિકાર પૂર્ણ
ધ્યાન સ્વરૂપ : ૩૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org