________________
"3
|
શુકલધ્યાનનો ચોથો પાયો મૂલાર્થ સર્વથા ઉચ્છિન્ન વ્યાપારવાળું ફરીથી કદાપિ ન પડે તેવું અને શૈલેશી અવસ્થામાં ઉત્પન્ન થનારું ચોથું શુકલધ્યાન સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામનું છે. તે ધ્યાન પર્વતની જેવા કંપરહિત સર્વજ્ઞને હોય છે.
ભાવાર્થ : જેમાંથી હવે કાયયોગનો અર્થો અંશ જે ઉચ્છવાસાદિ સૂક્ષ્મ ક્રિયાની પણ નિવૃત્તિ થઈ ગઈ છે. અર્થાત્ ત્રણે યોગનો વ્યાપાર સર્વથા ઉચ્છેદ થયો છે, જેથી આત્મપ્રદેશની નિશ્ચળતારૂપ ધ્યાન સિદ્ધ થયું છે, જ્યાંથી હવે પાછું વળવાનું નથી. જે શૈલેશી નિષ્કપ) અવસ્થામાં ઉત્પન્ન થાય છે. મેરૂપર્વતની જેમ જેના આત્મપ્રદેશો અત્યંત નિશ્ચળ છે. એવું આ ચોથુ શુકલધ્યાન સર્વજ્ઞ કેવળીને હોય છે. [૬૭] પતચતુર્વિધ શુલ્તાનમત્ર યોઃ છત્તમ્ |
___आद्ययोः सुरलोकाप्ति-रंत्ययोस्तु महोदयः ॥ ८० ॥
મૂલાર્થ : ચાર પ્રકારના શુકલધ્યાનના પહેલા બે પાયાના ધ્યાનથી સ્વર્ગાદિ સુખ મળે છે, છેલ્લા બે ધ્યાનનું ફળ મોક્ષ છે.
ભાવાર્થ : પ્રથમના બે પ્રકાર છે તો સાતમા ગુણસ્થાનક પછીના પરંતુ ફળસ્વરૂપે તે સ્વર્ગાદિ સુખને આપે છે. જ્યારે કેવળી ભગવંતને પછીના બે પ્રકાર મોક્ષફળદાતા છે. જીવના અધ્યવસાયની શુદ્ધિ અનુસાર ભેદ પડે છે. [3] નાથવા સંસાર-ગુમાવવસંતતી |
अर्थे विपरिणामं वा-ऽनुपश्येच्छुक्लविश्रमे ॥ ८१ ॥ મૂલાર્થ : શુકલધ્યાનના વિરામને વિષે આશ્રવ વડે પ્રાપ્ત થતા દુઃખને, સંસારના અનુભવને, જન્મની પરંપરાને તથા પદાર્થને વિષે થતાં પરિણામને પછીથી જોવા, તેનું ધ્યાન કરવું.
ભાવાર્થ : શુકલધ્યાનના પ્રથમ બે પ્રકારમાં ધ્યાનથી ચલિત થાય ત્યારે, અર્થાત્ ધ્યાનના વિરામ પછી શુકલધ્યાનની અનુપ્રેક્ષા કરવી.
મિથ્યાત્વાદિ આશ્રવોના કારણે જીવ કષ્ટો પામે છે, કર્મજનિત જીવોનો સંસારના દુઃખોનો અનુભવ. અજ્ઞાનવશ થતી જન્મમરણની
ધ્યાન સ્વરૂપ : ૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org